અમદાવાદ: આદિત્ય બિરલા ગ્રૂપની જ્વેલરી બ્રાન્ડ ઇંદ્રિયાએ અમદાવાદના સી જી રોડ પર સ્થિત બીજા સ્ટોરમાં સૌપ્રથમ બ્રાઇડલ કલેક્શન પ્રસ્તુત કર્યું છે. આ કલેક્શન હાલની નવવધૂઓની આકાંક્ષાઓ પૂરી કરે છે, જે સુવિધા અને સ્ટાઇલનો સમન્વય ધરાવે છે. આ વિશિષ્ટ રીતે બનેલા પીસ દર્શાવે છે, જે નવવધૂઓના યાદગાર પ્રસંગો માટે સાંસ્કૃતિક કારીગરી અને અદ્યતન સુંદરતાની ઉજવણી કરે છે. બંગડીઓ, નથ, માથાપટ્ટીઓ, હાથફૂલ, રિંગ વગેરેની આકર્ષક ડિઝાઇનો નવવધૂઓ માટે દરેક પ્રસંગને અનુરૂપ શાહી અને સદાબહાર જ્વેલરી માટે વિશિષ્ટ પસંદગીઓ પૂરી પાડે છે. આ જ્વેલરીઓ તેમને ઓછામાં ઓછી જ્વેલરી સાથે શ્રેષ્ઠ વ્યક્તિત્વ વ્યક્ત કરવાની તક આપે છે.
સોનાના પોતાના જીવંત ઉદ્યોગ અને વિકસિત જ્વેલરી બજાર માટે પ્રસિદ્ધ અમદાવાદ વિવિધ પ્રકારના ઉપભોક્તા સાથે જોડાણ કરવા ઇંદ્રિયા માટે વિશિષ્ટ તક પૂરી પાડે છે. સ્ટોર કારીગરી સ્ટેશન અને પ્રતિબદ્ધ બ્રાઇડલ લૉંજ ધરાવે છે, જેમાં નવવધૂઓ વ્યક્તિગત સ્ટાઇલ અંગે સલાહ મેળવી શકે છે.
ઇંદ્રિયાના સીઈઓ શ્રી સંદીપ કોહલીએ કહ્યું હતું કે, “જ્વેલરી સાદા સરળમાંથી વ્યક્તિગત અસરકારક સ્ટાઇલમાં પરિવર્તિત થઈ છે. ઇંદ્રિયામાં અમારી ખાસિયત વૈચારિક સ્પષ્ટતા, વિશિષ્ટ ડિઝાઇનો, વ્યક્તિગત સેવા અને અધિકૃત પ્રાદેશિક પ્રભાવ સાથે બનાવેલી જ્વેલરીનું કલેક્શન છે. અમારું સૌપ્રથમ બ્રાઇડલ કલેક્શન પ્રસ્તુત થવાની સાથે અમે ઇંદ્રિયા માટે વધુ એક સીમાચિહ્ન સર કરીને ખુશી અનુભવીએ છીએ. કલેક્શન શ્રેષ્ઠ કારીગરી સાથે બનેલાં સુંદર પીસ ધરાવે છે, જે મહિલાનો પોતાની જ્વેલરી સાથેનો કાયમી અને ગાઢ સંબંધ વ્યક્ત કરે છે, ખાસ કરીને લગ્ન દરમિયાન. સાથે સાથે આ કલેક્શન નવવધૂના જીવનમાં દરેક વિશિષ્ટ લોકો માટે ડિઝાઇનો પણ ઓફર કરે છે, જેઓ લગ્ન અને અન્ય તમામ પ્રસંગોની ઉજવણીમાં ભેગા થાય છે.”
ઇંદ્રિયાના સીએમઓ શાંતિસ્વરૂપ પાંડાએ ઉમેર્યું હતું કે, “નવવધૂ અને તેની જ્વેલરી વચ્ચે લાગણીનો સંબંધ ગાઢ છે. આ કલેક્શન અદ્યતન ડિઝાઇનોનો સમન્વય ધરાવે છે, જેમાંથી દરેક નવવધૂની વિશિષ્ટ સફરને પ્રતિબિંબિત કરતી જ્વેલરી બનાવે છે. આ લોંચ સાથે ઇંદ્રિયા ભારતમાં બ્રાઇડલ જ્વેલરી માટે ટોચનું સ્થાન બનવાની પ્રતિબદ્ધતાને મજબૂત કરે છે. “
ઇંદ્રિયાના પ્રોડક્ટ ડિઝાઇન, સંશોધન અને વિકાસના હેડ અભિષેક રસ્તોગીએ આગળ જણાવતા કહે છે કે, “અમારું આ બ્રાઇડલ કલેક્શન ડિઝાઇનથી વિશેષ છે – આ કલેક્શન સદીઓ જૂનાં સાંસ્કૃતિક પાસાંઓને સમજે છે અને હાલની નવવધૂઓની આકાંક્ષાઓ સાથે તેનો સમન્વય કરે છે. અમે દરેક પીસમાં શ્રેષ્ઠ સાંસ્કૃતિક કારીગરી અને આધુનિક સુંદરતાનો સમન્વય કર્યો છે, જે દરેક પીસ પ્રેમ, સંસ્કૃતિ અને કળાને બયાન કરે છે. હેરલૂમ માટે અમૂલ્ય જ્વેલરી નવવધૂની સદાબહાર સુંદર જ્વેલરી સાથે ‘શૃંગાર’ની ઉજવણી કરે છે.”
ઇંદ્રિયાનો નવો સ્ટોર વ્યક્તિગત શ્રેષ્ઠ અનુભવ પૂરો પાડવા ડિઝાઇન કરેલો છે, જ્યાં નવવધૂઓ તેમના લગ્ન માટે વિશિષ્ટ ડિઝાઇનો, આકર્ષક સ્ટાઇલ અંગે સલાહ અને શ્રેષ્ઠ પીસ શોધી શકે છે. સ્ટોરમાં બહોળું કલેક્શન પણ સામેલ છે, જે દરેક નવવધૂની વિશિષ્ટ પસંદગી અને સ્ટાઇલ પૂરી કરવાની ખાતરી આપે છે.