અમદાવાદ : અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં આવેલી ઊંટવાળી ચાલીમાં રાત્રે એક યુવકની ર્નિદયતાથી હત્યા કરવામાં આવી હતી. કાગડાપીઠ વિસ્તારમાં ઊંટવાળી ચાલીમાં કિરણ ચૌહાણ સહિત 2 શખ્શોએ નીતિન પઢિયાર નામના યુવકની હત્યા કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર પત્ની સાથેના પ્રેમસંબંધમાં હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. છરીના ઘા મારીને નીતિન પઢિયારની હત્યા કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ કિરણ ચૌહાણ સહિત બે શખ્સોએ નીતિન પઢિયાર નામના યુવક પર છરી વડે વારંવાર હુમલો કરીને તેનું મોત નિપજાવ્યું હતું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ હત્યા પાછળ પત્ની સાથેના પ્રેમસંબંધ હોવાનું મનાય છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. કાગડાપીઠ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ, હત્યાના કારણો જાણવા માટે પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસ ટીમ દોડતી થઈ છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.