જામનગરમાં અશોક સમ્રાટનગર વિસ્તારમાં રહેતી યુવતી પર તેના પાડોશમાં જ રહેતા એક શખ્સ દ્વારા તું મારી પત્ની વચ્ચે ઝઘડો કરાવે છે, જેથી અમારા છૂટાછેડા થઇ રહ્યા છે કહી છરીના ત્રણ ઘા ઝીંકી દીધા હતાં. મોરબીના ગાળા ગામના પાટિયા નજીક પૂર્વ પતિએ સાથે રહેવા દબાણ કરી પોતાની પૂર્વ પત્ની સાથે માથાકૂટ કરી માથામાં છરી વડે ગંભીર ઇજા પહોંચાડી હતી.
જામનગરના અશોક સમ્રાટ નગરમાં રહેતી 25 વર્ષની યુવતીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેના પાડોશમાજ રહેતો એલબો ડાડો નામનો શખ્સ ઘરમાં છરી સાથે ધસી આવ્યો હતો. આ સમયે તેની સાથે આવેલા છત્રપાલસિંહ નામના શખ્સે પોતાને પકડી રાખી હતી, જ્યારે અલ્બા ડાડા એ પોતાના હાથમાં, પેટમાં અને ગળાના ભાગે છરીના ત્રણ ઘા મારી ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ અજિતબાપુ નામના ત્રીજો શખ્સ કે જેના મકાનમાં પોતે ભાડેથી રહે છે, તેણે મદદ કરી કરીને મકાનનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો. અને ત્રણે ભાગી છુટયા હતા. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપી એલબો ડાડોને પત્ની સાથે ઝઘડો થયો હોવાથી અને પત્ની છુટાછેડા લેવાનું કહેતી હોવાથી સંગીતાબેન તેની પત્નીને ચડામણી કરી રહી છે. તેવો આક્ષેપ કરીને આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.
મોરબીના વિસીપરા કુલીનગર-1માં રહેતા હનીફાબેન સઇદુભાઈ જેડા (ઉ.વ. 30) નામની મહિલાને આરોપી અબ્બાસ સાથે છૂટાછેડા થઇ જતાં હનીફાબેને બીજા લગ્ન કર્યા હતાં. અને બીજા પતિ ગુજરી ગયા હતા. બાદમાં આરોપી અબ્બાસ સાથે રહેવા દબાણ કરતો હતો અને ગાળા ગામના પાટિયા પાસે સાથે રહેવાનું કહેતાં પૂર્વ પત્નીએ ના પાડી હતી. જેથી ઉશ્કેરાઇ જઇને આરોપી અબ્બાસે માથામાં છરી મારી ગંભીર ઇજા કરી હતી. મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.