UBN બિઝનેસ નેટવર્કમાં આજના દિવસે 35 થી વધુ અલગ અલગ ક્ષેત્રે કામ કરતા લોકોનું એક એલિટ સર્કલ બનાવવામાં આવ્યું.
દેશ વિદેશમાં ચાલતા અલગ અલગ બિઝનેસને એકબીજા સુધી પહોંચાડવામાં અલગ અલગ બિઝનેસ નેટવર્ક પણ બહુ મહત્વનો ભાગ ભજવતા હોય છે જેમાં ગુજરાતનું UBN કે જેની શરૂવાત અમદાવાદથી કરવામાં આવી છે તેમાં શહેરના અલગ અલગ ક્ષેત્રમાં કામ કરતા બિઝનેસ ઓનર જોડાયેલા છે અને એકબીજાના સાથ સહયોગ સાથે પોતાના અને બીજાના ધંધાને પણ લાખો લોકો સુધી પહોંચાડી રાજ્ય અને દેશના જી.ડી.પી.માં સહયોગ આપે છે.
જેટલા વધારે ધંધાર્થીઓ આગળ વધે છે તેઓ વધુ માં વધુ રોજગારીનું સર્જન કરી શકે છે.
UBN (યુનિવર્સલ બિઝનેસ નેટવર્ક) એ અમદાવાદથી શરૂ થયું છે અને ગુજરાતના અલગ અલગ જીલ્લાઓ જેમકે વડોદરા, રાજકોટ, મહેસાણામાં પણ કાર્ય શરૂ કરી ચુક્યા છે.
ખૂબ જ ઓછા સમયમાં આ નેટવર્ક દ્વારા અલગ અલગ ધંધાર્થીઓ ને એકત્ર કરી સર્કલ પણ બનાવવામાં આવ્યા છે અને જેનાથી સૌને ખૂબ ફાયદાઓ થઈ રહ્યા છે.
આ નેટવર્કનું આજે એલિટ સર્કલ અમદાવાદમાં મળ્યું હતું જેમાં અમી પરમારને પ્રેસિડન્ટ, વાઇસ પ્રેસિડન્ટ તરીકે પ્રશાંત જાદવ અને આયુશી પટેલને સેક્રેટરી ટ્રેઝરરની જવાબદારી આપવામાં આવી હતી.
આજના કાર્યક્રમના ક્યુરેટર જાણીતા ઇવેન્ટ કન્સલ્ટન્ટ દીક્ષા શાહ હતા જેમણે સૌને એક જગ્યાએ જોડી આવકાર્યા હતા.
હોટલ, ફેકટરી, ડોકટર્સ, વકીલ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને અલગ કેટેગરીના ઉદ્યોગકારોને જોડી આ નેટવર્કનું સૌથી મોટું એલિટ સર્કલ બની રહ્યું છે.
UBN ના ફાઉન્ડર જયદીપ પારેખ દ્વારા દરેક મેમ્બર્સ ને આવકારી તેમના ક્ષેત્રે કામ કરતા આ એલિટના પ્રેસિડન્ટ અને ટીમને અભિનંદન આપ્યા હતા.