પંજાબ નેશનલ બેન્ક, અમદાવાદ બૂક ક્લબ, લાલજી મેહરોત્રા લાયન્સ સ્કૂલ અને ફાફગુલ્લા આર્ટિસ્ટ ગ્રૂપ દ્વારા સરસ્વતી માં અને લક્ષ્મી માં ના થીમ પર અનોખો કાર્યક્રમનું આયોજન કરાયું હતુ.
પંજાબ નેશનલ બેન્ક દ્વારા લાલજી મેહરોત્રા લાયન્સ ગ્રૂપ ઓગણજ ખાતે માં સરસ્વતી અને માં લક્ષ્મીમાતાના થીમ પર એક અદ્ભુત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. યા દેવી સર્વભૂતેષુ ના થીમ પર આયોજિત આ કાર્યક્રમમાં ફાફગુલ્લા આર્ટિસ્ટ ગ્રુપના 18 જેવા કલાકારો એ lml સ્કૂલના 5 બાળકો સાથે આર્ટ અને વિદ્યા વધારે જરૂરી કે ધન અને લક્ષ્મી એવા વિષય પર પોતાનું અદ્ભુત અભિવ્યક્તિઓ પ્રસ્તુત કર્યા. કાર્યક્રમમાં કલાકારો એ ગાયન, નૃત્ય, કવિતાઓ, વાર્તાઓ, સ્ટેન્ડ અપ કોમેડી અને શાયરીઓ રજૂ કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા. ફાફગુલ્લા ગ્રૂપના પ્રણેતા સુભોજીત સેન દ્વારા સંચાલિત આ કાર્યક્રમમાં શ્રી રાજ કપૂર, શ્રી ઝાકીર હુસૈન જી જેવા કલાકારોને ખાસ શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. ફાફડાસુર અને મંજુલિકા જેવા પ્રસ્તુતિ દ્વારા સંદેશ આપવામાં આવ્યું કે આસુરી શક્તિઓના વિનાશ માટે માં સરસ્વતી અને લક્ષ્મી જોડે મળીને એમનો વિનાશ કરી શકે.
કાર્યક્રમમાં પંડિત મુંજાલ મહેતા એ તબલા વાદન થી મંત્રમુગ્ધ કર્યા.
પંજાબ નેશનલ બેન્ક ના DGM શ્રી કૃષ્ણ કુમાર જી , AGM શ્રી જગદીશ ગુપ્તા જી, lml સ્કૂલ ના પ્રિન્સીપાલ શ્રીમતી રંજના મંડલ જી અને અમદાવાદ બૂક ક્લબ ના પ્રણેતા સુશ્રી શ્રધ્ધા રમાની જી એ પોતાના વાતોથી પ્રેક્ષકો ને પ્રેરિત કર્યા અને સ્કૂલના છોકરાઓ તથા આર્ટિસ્ટ મિત્રોના બહુમાન કર્યા.