Ahmedabad: દિલ્હી પબ્લિક સ્કૂલ-બોપલ દ્વારા 12માં દ્વિવાર્ષિક સ્પોર્ટ્સ એક્સ્ટ્રાવેગેન્ઝાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પોટ્સ ડેની વાઇબ્રન્ટ થીમ “લક્ષ્યઃધ્યેય, મહત્વાકાંક્ષા અને સિદ્ધિ” હતી. સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે એથ્લેટિક શ્રેષ્ઠતા અને રમતવીરતાનું અદભૂત સંમિશ્રણ સ્પોટ્સ ડે પર જોવા મળ્યું હતું.
એકતા, દ્રઢતા, સમર્પણ, સહનશક્તિ અને ટીમ ભાવનાની ઉજવણી કરવા માટે સાંસ્કૃતિક સંવાદિતા સાથે ભવ્ય કાર્યક્રમની શરૂઆત થઈ હતી. વિશેષ અતિથિ શ્રી સનપ્રીત સિંહ બગ્ગા કે જેઓ, 24 વર્ષીય ક્રિકેટર છે અને રણજી ટ્રોફીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે, સાથે જ ગુજરાતના U-19ના કેપ્ટન છે, તેમણે હાજરી આપીને કાર્યક્રમની શોભા વધારી હતી. આ પ્રસંગે ડાયરેક્ટર સુશ્રી વંદના જોષી, પ્રિન્સિપાલ સુશ્રી સબીના સાહની અને વિભાગના વડાઓએ હાજરી આપી હતી. શાળાના ગાયકવુંદે સૂરીલા અવાજ સાથે આ ઉર્જાભર્યા દિવસને જીવંત બનાવ્યો હતો. પ્રિન્સિપાલ સુશ્રી સબિના સાહનીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા વિદ્યાર્થીઓને મોટા સપના જોવા અને વિશ્વને જીતવાની સલાહ આપી હતી.
એકતા અને ઉજવણીની ભાવનાને પ્રતિક કરતા એક દમદાર ઓપનિંગ ડાન્સે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. વિશેષ અતિથિએ ઉત્સાહપૂર્ણ વક્તવ્ય દ્વારા વાતાવરણને વધુ ઉન્નત બનાવ્યું, તેમણે કહ્યું કે, રમતગમત માત્ર સ્પર્ધા નથી પણ વિકાસ અને સ્થિતિસ્થાપકતાની ઉજવણી પણ છે.” ધ્વજવંદન અને વિદ્યાર્થીઓ દ્વારા માર્ચ પાસ્ટ કરવામાં આવ્યું હતું, શિસ્ત અને એકતા દ્વારા કાર્યક્રમ દેશભક્તિના શિખરે પહોંચ્યો હતો. સ્પોર્ટ્સ કેપ્ટન દ્વારા શપથ ગ્રહણ કરવામાં આવ્યું હતું અને રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં સિદ્ધિ મેળવનારા શાળાના રમતવીરો દ્વારા મશાલ લાઇટિંગ કરીને ખેલદિલી અને રમતમાં ઇમાનદારીના મૂલ્યોને વધુ મજબૂત બનાવ્યા હતા. તમામ 6 હાઉસએ સાથે મળીને અદભૂત ટેબ્લો રજૂ કર્યો હતો. વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓ માટે
શિષ્યવૃત્તિ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. 1100થી વધુ વિદ્યાર્થીઓએ સ્કેટિંગ, રિલે રેસ, ટ્રેક રેસ, શોટ પુટ અને ડિસ્કસ થ્રો જેવી થ્રોઇંગ ઇવેન્ટ્સેમાં ભાગ લીધો હતો. સ્પર્ધકોના ઉમદા પ્રદર્શનને ઉપસ્થિતિ સભ્યોએ તાળીઓના ગડગડાટ સાથે જીવંત બનાવ્યું હતું. વિશેષ અતિથિની ઔપચારિક ઘોષણા સાથે 12માં દ્વિવાર્ષિક સ્પોર્ટ્સ એક્સ્ટ્રાવેગેન્ઝાનું સત્તાવાર રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
દિવસ ચેમ્પિયન અને તેમની નોંધપાત્ર સિદ્ધિઓની ઉજવણી સાથે સમાપ્ત થયો. પ્રતિષ્ઠિત ટ્રોફી પર ‘વિજેતા’ દ્વારા ગર્વથી દાવો કરવામાં આવ્યો હતો, જે શાળાના વારસામાં વધુ એક ગૌરવપૂર્ણ અધ્યાયને ઉમેરે છે. આ પ્રસંગે ઉપસ્થિત તમામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીને ઇવેન્ટનું સમાપન કરવામાં આવ્યું હતું, આ ઇવેન્ટ રાષ્ટ્રગીત, ટીમ વર્ક, વિજય અને અવિસ્મરણીય યાદોનો વારસો છોડીને ગયો. 12માં દ્વિવાર્ષિક સ્પોર્ટ્સ એક્સ્ટ્રાવેગેન્ઝા સફળ રહ્યું અને ફરી એકવાર DPS બોપલે સાબિત કર્યું કે તે માત્ર એક શાળા નથી પણ નેતાઓ, સ્વપ્ન જોનારાઓ અને સિદ્ધિઓનું પારણું છે.