નવી દિલ્હી: સહભાગી જીવન વીમા યોજનાઓ સંપત્તિ નિર્મિતી માટે સંભાવના સાથે જીવન રક્ષણ જોડીને તેમની ક્ષમતા માટે વર્ચસ જમાવી રહી છે. કેનેરા એચએસબીસી લાઈફ ઈન્શ્યુરન્સની પ્રોમિસ4ફ્યુચર કંપનીના સહભાગી ફંડ દ્વારા ઊપજાવવામાં આવતાં વળતરોમાંથી લાભ લેવાની તક સાથે લાંબા ગાળાની નાણાકીય સલામતી સંતુલિત કરતા વ્યાપક સમાધાન પોલિસીધારકોને પ્રદાન કરીને તેનો દાખલો બેસાડે છે.
પ્રોમિસ4ફ્યુચર જેવી સહભાગી યોજનાઓ ગ્રાહકોને જીવન વીમાથી પણ વધુ વિશેષ સાથે તેમને સશક્ત બનાવે છે. તે તેમના વહાલાજનોના રક્ષણની ખાતરી રાખવા સાથે તેમનાં નાણાકીય લક્ષ્યોને સંરક્ષિત બનાવવાનો માર્ગ પૂરો પાડે છે. કેનેરા એચએસબીસી લાઈફ ઈન્શ્યુરન્સ દ્વારા તાજેતરના સર્વેમાં એવું બહાર આવ્યું છે કે લગભગ 50 ટકા ભારતીય ગ્રાહકો જીવન વીમા પોલિસી પસંદ કરવાની વાત આવે ત્યારે બચત અને પરિવારની નાણાકીય સલામતીને અગ્રતા આપે છે.
આ યોજના બે પ્રકારમાં ઓફર કરવામાં આવે છેઃ
• સેવિંગ્સ4ફ્યુચરઃ તે પોલિસીધારકને જીવનના દરેક તબક્કે સુરક્ષિત રહેવા સાથે તેમની બચતો વધારે છે. મૃત્યુના કિસ્સામાં નોમિનીને મૃત્યુ પર વીમિત રકમની ઉચ્ચ રકમ અને બોનસ (જો કોઈ હોય તો) અથવા ચૂકવેલાં પ્રીમિયમના 105% પ્રાપ્ત થશે. પોલિસીની મુદતને અંતે પોલિસીધારક ખાતરીદાયક વીમિત રકમ વત્તા બોનસ માટે હકદાર બનશે.
• ઈન્કમ4ફ્યુચરઃ તે સ્થિર આવકનો પ્રવાહ અને એકસામટી રકમનો લાભ આપશે, જેથી પોલિસીધારક વચગાળાની નાણાકીય જરૂરતોને પહોંચી વળી શકે. પોલિસીની મુદતને અંતે પોલિસીધારકને એકસામટી રકમની ચુકવણી, ખાતરીદાયક આવક અને રોકડ બોનસ પ્રાપ્ત થશે, જેથી ભવિષ્ય માટે નાણાકીય સલામતીની ખાતરી રહેશે. પોલિસીધારકના નિધનના સંજોગોમાં નોમિની મેચ્યુરિટી અને બોનસ પર વીમિત રકમ માટે હકદાર બનશે.
સહભાગી યોજનાઓ વાર્ષિક બોનસ અને ટર્મિનલ બોનસ માટે સંભાવના પ્રદાન કરીને અનોખી તરી આવે છે, જે મેચ્યુરિટી સમયે પોલિસીનું મૂલ્ય વધુ વધારે છે. તે પોલિસીધારકને સાનુકૂળતાઓ પણ પૂરી પાડે છે, જેમ કે, પ્રીમિયમ ચુકવણીના વિકલ્પો, આંશિક ઉપાડ અને લેપ્સ પોલિસીઓ રિવાઈલ કરવાની ક્ષમતા.
કેનેરા એચએસબીસી લાઈફ ઈન્શ્યુરન્સના આલ્ટરનેટ ચેનલ્સના ચીફ ડિસ્ટ્રિબ્યુશન ઓફિસર અને ચીફ માર્કેટિંગ ઓફિસર શ્રી રિશી માથુરે જણાવ્યું હતું કે, “પ્રોમિસ4ફ્યુચર જેવી સહભાગી યોજનાઓ રક્ષણ અને સંપત્તિ નિર્મિતીનું સંમિશ્રણ પ્રદાન કરીને આજના ગ્રાહકોની વધતી નાણાકીય જરૂરતોને પહોંચી વળવા માટે તૈયાર કરવામાં આવી છે. તે રોકાણો મહત્તમ બનાવવા સાથે ભવિષ્ય પણ સંરક્ષિત કરવા માગતા હોય તેમને માટે નિર્ભરક્ષમ સમાધાન પૂરા પાડે છે.”
પ્રોમિસ4ફ્યુચર જેવી સહભાગી યોજનાઓને પ્રમોટ કરીને કેનેરા એચએસબીસી લાઈફ ઈન્શ્યુરન્સેનાણાકીય સાક્ષરતા અને મજબૂત નાણાકીય પાયો નિર્માણ કરવાના મહત્ત્વની હિમાયત કરવાનું ચાલુ રાખ્યું છે. તેના વ્યાપક વિતરણ નેટવર્ક થકી પહોંચક્ષમ આ યોજનાઓ પોલિસીધારકો આત્મવિશ્વાસ અને મનની શાંતિ સાથે તેમના નાણાકીય પ્રવાસમાં આગળ વધે તેની ખાતરી રાખે છે.