મનોરંજનના નામે અશ્લિલતા ફેલવવાનું કામ કરતા સોશિયલ મીડિયા અને ઓટીટી પ્લેટફોર્મ પર વિકૃત કન્ટેન્ટના નિર્માતાઓ સામે એક થવા અને ભારતીય નાગરિકોમાં જાગ્રુતિ ફેલવવાનું કામ કરી રહેલી એનજીઓ સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશન દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં નાનકડી છોકરીનો અભિનય તમને હચમચાવી નાખશે. લેખક અને ઇતિહાસકાર ઉદય માહુરકરે એક પહેલ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ઓટીટી પર અશ્લીલ કન્ટેન્ટથી પેદા થતા જોખમ પર પ્રકાશ પાડવો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલો 2.20 વીડિયોમાં એક છોકરી ઓટીટી પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયા પર વિકૃત સામગ્રીના નિર્માતાઓને અરિસો બતાવવાનું કામ કરે છે. વેબ સ્ટોરીમાં જે રીતે અશ્લિલ કન્ટેન્ટ બતાવી અપરાધીઓને પ્રોત્સાહન આપવાનું કામ થાય છે, તેના વિરોધમાં આ વીડિયો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. વીડિયોમાં કરવામાં આવેલા દાવા અનુસાર, વેબ સિરીઝમાં બતાવવામાં આવતા દ્રશ્યો જાતીય અપરાધને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે.