ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ફાઇનલ મેચ 3 જાન્યુઆરીથી સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે. આ મેચ માત્ર આ શ્રેણીની જ નહીં પરંતુ ઘણા ખેલાડીઓની ટેસ્ટ કારકિર્દીની પણ છેલ્લી મેચ બની શકે છે. તો કેટલાક એવા ખેલાડીઓ વિશે જણાવીએ, જેમાં સૌપ્રથમ રોહિત શર્મા વિષે જણાવીએ, બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ નિવૃત્તિની જાહેરાત કરી શકે તેવા ત્રણ ભારતીય ખેલાડીઓમાં રોહિત શર્માનું નામ ટોચ પર છે.
નોંધનીય છે કે ભારતીય કેપ્ટન રોહિત 37 વર્ષનો છે અને ટેસ્ટમાં તેનું પ્રદર્શન ઘણું ખરાબ છે. આ કારણે તે શ્રેણી બાદ નિવૃત્તિ લઈ શકે છે. તે બાદ વિરાટ કોહલી વિષે જણાવીએ, ક્રિકેટ જગતના મહાન બેટ્સમેનોમાંના એક વિરાટ કોહલી પણ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ નિવૃત્તિની જાહેરાત કરી શકે છે. કારણ કે તે 36 વર્ષનો છે અને 2019 થી ટેસ્ટમાં સતત ખરાબ પ્રદર્શન કરી રહ્યો છે, જેના કારણે તે ટેસ્ટને અલવિદા કહી શકે છે અને તેનું ધ્યાન IPL તરફ ફેરવી શકે છે. તે બાદ રવિન્દ્ર જાડેજા વિષે જણાવીએ, ભારતના સ્ટાર ઓલરાઉન્ડરોમાંના એક રવિન્દ્ર જાડેજા પણ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી શકે છે. તેના પાર્ટનર આર અશ્વિને તેની નિવૃત્તિની જાહેરાત કરી છે અને તે પણ 36 વર્ષથી વધુનો છે.
ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ઉસ્માન ખ્વાજા બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ નિવૃત્તિ જાહેર કરે તેવી પ્રબળ શક્યતાઓ છે. તે 38 વર્ષનો હોવાને કારણે તે હજુ સુધી આ સિરીઝમાં કંઈ ખાસ બતાવી શક્યો નથી. તે બાદ મિશેલ સ્ટાર્ક વિષે જણાવીએ, વિશ્વના સર્વશ્રેષ્ઠ ઝડપી બોલરોમાંથી એક મિચેલ સ્ટાર્ક પણ આ શ્રેણીના અંત સાથે ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી શકે છે. કારણ કે ઘણા ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલરો લગભગ 34-35 વર્ષની વયે નિવૃત્તિ જાહેર કરે છે. તે પછી નાથન લિયોન વિષે જણાવીએ, અનુભવી ઓસ્ટ્રેલિયન સ્પિનર નાથન લિયોન 37 વર્ષનો થઈ ગયો છે અને તેણે ક્રિકેટની દુનિયામાં પોતાનું ઘણું નામ બનાવ્યું છે, જેના કારણે તે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી શકે છે.