આયર્લેન્ડ રમવા જઇ રહ્યું છે પોતાની પ્રથમ ટેસ્ટ મેચ

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

આયર્લેન્ડ પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમવા માટે જઇ રહ્યું છે. આ મેચ ડબલિનમાં માલાહાઇડ ખાતે શુક્રવારે ઐતિહાસિક પ્રથમ ટેસ્ટ પાકિસ્તાન સામે રમવા માટે જઇ રહ્યું છે.

આ ટેસ્ટ આયર્લેન્ડ માટે એમઆરએફ ટાયર્સ આઈસીસી ટેસ્ટ ટીમ રેકિંગ્સમાં રેંક મેળવવા માટેનું પ્રથમ કદમ છે.

આયર્લેન્ડ તરફથી બેટિંગના પાસાને જોતા જોયસ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી વધુ અનુભવ ધરાવતો ખેલાડી છે. જેણે ૨૫૪ મેચમાં ૪૭ સદી સાથે ૧૮,૪૧૪ રન બનાવ્યા છે. જ્યારે બોલિંગમાં મુર્તાઘ ૨૧૦ ફર્સ્ટ-ક્લાસ મેચીસમાં ૭૧૨ વિકેટ ખેરવવાનો અનુભવ ધરાવે છે.

ટેસ્ટ રેકિંગની વાત કરીયે તો પાકિસ્તાન આ મેચ પહેલાની સ્થિતિમાં ૮૬ પોઇન્ટ્સ સાથે સાતમાં સ્થાને છે.

Share This Article