અમદાવાદ: દિલ્હી પબ્લિક સ્કૂલ- બોપલ ખાતે 12માં દ્વિવાર્ષિક ‘સ્પોર્ટ્સ એક્સ્ટ્રાવેગેન્ઝા’નું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓએ અદમ્ય ઉત્સાહ અને ઉર્જા સાથે સ્પોર્ટ્સ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. સ્પોર્ટ્સ ઇવેન્ટની થીમ “લક્ષ્ય: ધ્યેય, મહત્વાકાંક્ષા, સિદ્ધિ” હતી. આ ઇવેન્ટમાં મહત્વાકાંક્ષા, દ્રઢતા અને ટીમ વર્કના સારને દર્શાવવામાં આવ્યો હતો, જે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો માટે અવિસ્મરણીય ક્ષણ હતી. આ પ્રસંગે વિશેષ અતિથિ તરીકે અમદાવાદ યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર અને સ્કૂલ ઓફ આર્ટસ એન્ડ સાયન્સના ડીન ડો. રાઘવન રંગરાજન અને 17 વર્ષની શુટિંગમાં નિપુણતા ધરાવતા કુશળ શૂટર શ્રી રૂષિરાજ બારોટ હાજર રહ્યાં હતા. તેમની સાથે ડીપીએસ- બોપલના ડાયરેક્ટર સુશ્રી વંદના જોષી, પ્રિન્સિપાલ સુશ્રી સબીના સાહની અને અન્ય મહાનુભાવો જોડાયા હતા, જેમણે કાર્યક્રમની ભવ્યતામાં વધારો કર્યો હતો.
કાર્યક્રમની શરૂઆત ઝુમ્બા સેશન્સથી કરવામાં આવી હતી, જેણે આગમી સ્પર્ધાઓ માટે દરેકને ઉત્સાહિત કર્યા હતા. મુખ્ય મહેમાન દ્વારા મશાલ પ્રગટાવવામાં આવી હતી, અને શાળાના રમતવીરો દ્વારા ટોર્ચ રિલે કરીને એકતા અને શ્રેષ્ઠતાની ઉજવણી કરવામાં આવી હતી. ફ્લેટ રેસ, રીંગ કોન રીલે, બોલ કોન બેલેન્સ રેસ અને સ્કેટિંગ રેસ સહિતની વિવિધ સ્પોટ્સ ઇવેન્ટમાં 970 વિદ્યાર્થીઓએ ભાગ લઇ તેમની પ્રતિભા દ્વારા સમર્પણ, સંકલન અને ખેલદિલી દર્શાવી હતી. વાઇબ્રન્ટ સાંસ્કૃતિક પર્ફોર્મન્સે ઇવેન્ટની શોભા વધારી હતી, જ્યારે વાલીઓની રેસ પણ ખુબ જ રસપ્રદ રહી હતી. જેણે ઇવેન્ટને યાદગાર બનાવી હતી.
પ્રિન્સિપાલ સબીના સાહનીએ સંબોધનમાં વિદ્યાર્થીઓ માટે રમતગમતના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો, અને ટીમ વર્ક અને સફળતાની ઉજવણીના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે વિદ્યાર્થીઓની સિદ્ધિઓને બિરદાવી હતી અને તમામ વિભાગોના યોગદાનની પ્રસંશા કરી હતી.
શ્રીમાન રાઘવને સમુદાયની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે શાળાની પ્રશંસા કરી અને ભાર મૂક્યો કે પરિણામો કરતાં પ્રયત્નોનું મૂલ્ય વધારે છે. તેમણે શિક્ષકો, વોલેન્ટિયર્સ અને સ્ટાફના સભ્યોની પણ ખાસ પ્રશંસા કરી હતી.
શ્રીમાન બારોટે શાળાને દરેક પાસાઓમાં સંપૂર્ણતા પ્રાપ્ત કરવા બદલ પ્રશંસા કરી અને પાર્ટીસિપેટ્સને પરિણામને ધ્યાનમાં લીધા વિના તેઓ જે રમતમાં ભાગ લે છે તેનો આનંદ માણવા પ્રોત્સાહિત કર્યા હતા.
12મો દ્વિવાર્ષિક સ્પોર્ટ્સ એક્સ્ટ્રાવેગેન્ઝા સફળ રહ્યો, જે DPS બોપલની વિદ્યાર્થીઓમાં સર્વાગી વિકાસની ભાવનાને ઉજાગર કરવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે અને તેમના વિદ્યાર્થીઓમાં આજીવન રમતગમત અને ટીમ વર્કની ભાવનાને જાળવી રાખવાની પ્રેરણા આપે છે.