અમદાવાદ: બ્રાન્ડ ક્લબ ગુજરાત, એડવર્ટાઈઝિંગ અને માર્કેટિંગ કોમ્યુનિકેશન પ્રોફેશનલ્સની સંસ્થા છે, જેમના દ્વારા 14 અને 15 ડિસેમ્બરના રોજ બ્રાન્ડ ફેસ્ટની ચોથી એડિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. બે દિવસીય વાઇબ્રન્ટ ઇવેન્ટમાં વિચાર-પ્રેરક ચર્ચાઓ અને સર્જનાત્મક આદાનપ્રદાન સાથે ઇન્ડસ્ટ્રી પ્રોફેશનલ્સે ભાગ લીધો હતો.
બ્રાન્ડ ફેસ્ટ 4.0માં વર્ચ્યુઅલ સેશન્સ અને ઇન્ટરેક્ટિવ વર્કશોપ યોજવામાં આવ્યા હતા ઓથર અને કોર્પોરેટ એડવાઇઝર શ્રી આર. ગોપાલક્રિષ્નન, VGC ના ચેરવુમન-ચીફ અને ક્રિએટિવ ઓફિસર શ્રીમતી પ્રીતિ વ્યાસ, ક્વોન્ટમ કન્ઝ્યુમર સોલ્યુશન્સ પાર્ટનરના શ્રીમતી અંજના પિલ્લાઈ સહિત પ્રતિષ્ઠિત વક્તાઓએ , એડવર્ટાઈઝિંગ અને માર્કેટિંગ કોમ્યુનિકેશનમાં મહત્વના મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો.
બે દિવસીય કાર્યક્રમમાં COSA ના જનરલ-કાઉન્સેલ અને સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી અનુભવ કપૂર, ટાઇગરના કો-ફાઉન્ડર અને ચીફ ક્રિએટીવ ઓફિસર શ્રી આલાપ દેસાઈ અને અભિનેતા અને વોઈસ કોચ શ્રી વિજય વિક્રમ સિંઘે રસપ્રદ માહિતી પ્રદાન કરી હતી, જ્યારે ક્વિઝમાસ્ટર સંજય ચક્રવર્તી ક્વિઝ અને મનોરંજન કાર્યક્રમ પ્રસ્તુત કર્યા હતા.
બે દિવસીય ફેસ્ટમાં બ્રાન્ડિંગ, Gen Z , ઇન્ટલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ સહિતના વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.
બ્રાન્ડ ક્લબ ગુજરાતના સ્થાપક સભ્ય શ્રી સંજય ચક્રવર્તીએ જણાવ્યું હતું, “બ્રાન્ડ ફેસ્ટનો ઉદ્દેશ્ય એક પ્લેટફોર્મ બનાવીને ઉદ્યોગ અને સમાજમાં યોગદાન આપવાનો છે જે દિગ્ગજ લોકોને સાથે લાવે છે. બ્રાન્ડ ફેસ્ટ ઉદ્યોગ અગ્રણીઓના સમર્થનથી વિકસ્યો છે. અમને વિશ્વાસ છે કે બ્રાન્ડ ફેસ્ટ 4.0ના વિવિધ સેશન્સ બિઝનેસ, માર્કેટિંગ, એડવર્ટાઈઝિંગ અને કોમ્યુનિકેશનમાં સર્જનાત્મકતા અને કામગીરીના ધોરણોને વધારે સારા બનાવશે.”
બ્રાન્ડ ફેસ્ટ 4.0માં 15 ડિસેમ્બરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે વર્ચ્યુઅલ અને ફિઝિકલ બંને ફોર્મેટમાં બિઝનેસ અને બ્રાન્ડ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્વિઝમાસ્ટર સંજય ચક્રવર્તી બિઝનેસ અને બ્રાન્ડ્સ વિષય પર પાર્ટીસિપેટ્સને બિઝનેસ અને બ્રાન્ડ્સ પર રસપ્રદ પ્રશ્નો પૂછ્યા હતા જેનાથી સેશન્સ રસપ્રદ બન્યું હતું.
બ્રાન્ડ ફેસ્ટ 4.0 ઉદ્યોગમાં ઉતક્ટ અને નવીનતાના પ્રમાણપત્ર તરીકે ઉભરી આવ્યું હતું. મોટી સંખ્યામાં પાર્ટીસિપેટ્સે તેમાં ભાગ લીધો હતો.