અમદાવાદ : પોતાના સમાજલક્ષી કાર્યો માટે જાણીતા હેલ્પિંગ હેન્ડસ સંસ્થા અને રાખી શાહ દ્વારા સંસ્થાના 8મી જન્મદિવસની એક બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા અદ્ભુત સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. આ સંસ્થા દ્વારા એમનું 15મી બ્લડ ડોનેશન ડ્રાઇવ છે.
સંસ્થાના સ્થાપક રાખી શાહ એ જણાવ્યું હતું કે , “વર્ષો થી અમે પ્રથમા સંસ્થા સાથે મળીને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ અને થેલેસેમીયા ના દર્દીઓ ને અમારા સેવાઓ આપીએ છીએ. અમને ખુશી છીએ કે અમારા સાથે ઘણા સમાજસેવા સંસ્થાઓ પણ આ મુહિમ માટે જોડાયા છે. Rakhi’s ચોકો હબ વર્ષ 2007 થી કાર્યરત છે. એમના સાથે ડોક્ટર ઋષિકેશ વેદ, રવિ ડાયલાની ના કરાચી ડ્રાય ફ્રુટસ્, ઝૂલેલાલ સિંધી પંચાયત, જીજ્ઞેશ શાહ, vms હોસ્પિટલના ડોક્ટર મનીષ શાહ, ઓઝા brothers, rising research analyst અને પાર્થવી અને કિન્નર શાહનો અદ્ભુત ટેકો મળ્યો છે.”
આ પણ વાંચો: અમદાવાદમાં લાઈમલાઈટ ડાયમંડ્સે એક જ દિવસમાં 2 નવા સ્ટોર્સ કર્યા લોન્ચ”
આ બ્લડ ડોનેશન મુહિમ ને Lionism District 3232B1 ના લાયન્સ કલબ ઓફ અમદાવાદ સાઉથ અને લાયન્સ ક્લબ ઓફ સરખેજ ના પણ ટેકો મળ્યો હતો.
આ કેમ્પનું આયોજન 18, પંકજ સોસાયટી, તુષાર બુક ડેપોના નજીક, ભટ્ટા, પાલડી ખાતે કરવામાં આવ્યું હતું.