વલસાડ તાલુકાના અંદરગોટા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક અને તેની પત્ની એવી ઓઝર પ્રાથમિક શાળાની શિક્ષિકા રજા ઉપર ઉતરવાનો વ્હટ્સએપ મેસેજ કરી છેલ્લા ચાર મહિનાથી વિદેશ જતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બન્યું છે. સરપંચ અને ગામલોકોની અન્ય શિક્ષક મુકવાની વાંરવાર રજુઆતો છતાં પણ આ શિક્ષકની જગ્યા પર અન્ય શિક્ષક મુકવામાં આવ્યો નથી. જેથી ગામલોકો અને વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે.
રાજ્યભરની શાળામાં ફરજ બજાવતા શિક્ષકો રજા ઉપર ઉતરી જઇ વિદેશ જતા રહેવાની આવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે. આવી જ એક ઘટના વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત અંદરગોટા પ્રાથમિક શાળામાં ધો.6 થી 8ના વર્ગમાં સંસ્કૃત અને ગુજરાતી ભણાવતા શિક્ષક ભાર્ગવ હર્ષદ પંડયા અને તેની પત્ની એવી આઝર પ્રાથમિક શાળાની શિક્ષિકા દ્રષ્ટિબેન પંડયાએ વ્હોટ્સએપ મેસેજ કરી રજા ઉપર ઉતરવાની અરજી કરી છેલ્લા ચાર મહિના હાજર ન રહ્યા હોવાથી વિદ્યાર્થીઓનું ભણતર અટકી ગયું છે. ચાર મહિનાથી શિક્ષક હાજર ન રહેતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બનતા વાલીઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.
આ અંગે ગામના સરપંચ સંદિપ પટેલ અને ઉપસરપંચ જયદીપ પટેલ તથા વાલીઓ દ્વારા પૂછપરછ કરતા ભાર્ગવ પંડયા વ્હોટ્સએપ પર મેસેજ કરી રજા પર ઉતરી ગયો છે અને ફરજ પર પરત ક્યારે હાજર થશે? તો આ અંગે કોઇ પણ પ્રકારની જાણ કરવામાં આવી નથી. આટલું જ નહીં કપાત પગારની મંજુરી માટેના માંગ પણ તા.21-08-2024ના રોજ વ્હોટ્સએપના માઘ્યમથી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ગામના સરપંચ સંદિપ પટેલ અને વાલીઓ દ્વારા શિક્ષણ વિભાગને સમગ્ર મામલે લેખિત ફરિયાદ કરી ભાર્ગવ પંડયાની જગ્યા ઉપર અન્ય શિક્ષકને મુકવા માટે રજુઆત કરવામાં આવી હતી તેમ છતા ચાર મહિનાથી શાળામાં અન્ય શિક્ષકની નિમણુક કરવામાં નહીં આવતા વાલીઓ અને ગામના લોકોમાં ભારે રોષ જાેવા મળે છે. આ કારણે ધો.6 થી 8 ના વિદ્યાર્થીઓનું નવું સેમેસ્ટર આવતા વિદ્યાથિઓનો ગુજરાતી અને સંસ્કૃત વિષયમાં અભ્યાસ નબળો રહેતા વાલીઓ હવે પોતાના બાળકોને અન્ય શાળામાં મુકવા માટે મજબૂર બન્યા હોવાનું જાણવા મળ્યું હતું.