ગુજરાત સહિત વિશ્વભરમાં સનાતન ધર્મની આસ્થાને ઉજાગર કરવા વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામ ખાતે ભવ્ય અને દિવ્ય હનુમંત કથાનું આયોજન થવા જઈ રહ્યું છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન –અમદાવાદ દ્વારા અમદાવાદના જાસપુર વિશ્વઉમિયાધામ ખાતે આગામી મહિનામાં 3 થી 6 જાન્યુઆરીના રોજ વિશ્વ પ્રસિદ્ધ સંત બાબા બાગેશ્વરધામના શ્રી ધીરેન્દ્ર શાસ્ત્રીજીની દિવ્ય કથાનું આયોજન કરાયું છે. જેમાં લાખો સનાતન ધર્મીઓ પધારશે. સનાતન ધર્મને ઉજાગર કરવા હેતું પાટીદાર સમાજ તેમજ સનાતન ધર્મના તમામ સમાજના લોકો બાબા બાગેશ્વરની દિવ્ય કથામાં સહભાગી થશે. બાબા બાગેશ્વરની કથાને લઈ વિશ્વઉમિયાધામ ખાતે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
બાબા બાગેશ્વરની કથાના સુચિત આયોજન
- 29/12/24—અમદાવાદમાં ભવ્ય બાઈક અને કાર રેલી
- 02/01/24- વિશ્વઉમિયાધામ દ્વારા ભવ્ય શોભાયાત્રા અને કળશયાત્રા
- 03/01/24- બાબા બાગેશ્વરની દિવ્ય હનુમંત કથા
- 04/01/24- બાબા બાગેશ્વરની દિવ્ય હનુમંત કથા
- 05/01/24- બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર ( સવારથી)
- 06/01/24- બાબા બાગેશ્વરની દિવ્ય હનુમંત કથા
આયોજનની આંકડાકીય માહિતી
- 2 લાખ સ્ક્વેર ફુટ જમીન પર દિવ્ય કથાનું આયોજન
- 6 દેશમાંથી મા ઉમિયાના ભક્તો દિવ્ય કથામાં પધારશે
- 5000થી વધુ વિશ્વઉમિયાધામના સ્વયંસેવકો ખડેપગે રહેશે
- 100થી વધુ એન્જિનિયર, ડૉક્ટર્સ અને IT પ્રોફેસનલ્સ આયોજનમાં જોડાશે
વિશ્વઉમિયાધામના 1440 પિલ્લરનું નિર્માણ કાર્ય પૂર્ણ
આ પ્રસંગે વાત કરતા સંસ્થા પ્રમુખ શ્રી આર.પી.પટેલ જણાવે છે કે દિવ્ય અને ભવ્ય કથાના આયોજન સાથે જગત જનની મા ઉમિયાના મંદિરના નિર્માણનું કાર્ય પણ પૂરજોશમાં છે. જેમાં 1440થી વધુ પિલ્લરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે. અને હાલમાં જ્યા મા ઉમિયા બિરાજમાન થવાના છે તેના રાફ્ટનું કાર્ય ચાલી રહ્યું છે.