અમદાવાદ: અમદાવાદની સામાજિક સંસ્થા ડ્રીમ ફાઉન્ડેશન કે જેના ઘ્વારા સામાજિક કાર્યો માટે અનેક પ્રોજેક્ટ લોંચ કરવામાં આવતા હોય છે . આ પ્રોજેક્ટમાં થી એક પ્રોજેક્ટ કે જે પ્રોજેક્ટ હૂંફના નામ થી ચલાવવામાં આવે છે. આ પ્રોજેક્ટ અંતર્ગત જરૂરિયાતમંદ લોકોને ગરમ કપડાં આપવામાં આવે છે.શિયાળાની સીઝન શરૂ થતા જ ઠંડીએ જોર પકડ્યું છે ત્યારે ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા પ્રોજેક્ટ હુંફ અંતર્ગત અમદાવાદ શહેર અને તેની આજુબાજુના વિસ્તારમાં ગરમ કપડાનું વિતરણ કરવાનું ઉમદા કાર્ય હાથ ધર્યું છે.
આ પ્રોજેક્ટના ભાગરૂપે થલતેજ સ્થિત એક વસાહત પાસે જરૂરિયાતમંદ બાળકોને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્વેટર વિતરણના આ કાર્યક્રમમાં ફાઉન્ડેશનના વોલેન્ટિયર તથા પ્રયાસ- એક કોશિશના ટ્રસ્ટી પ્રાચીબેન અને તેમના સાથીદારો, તથા બાળકોના પ્રણેતા મહેશભાઈ પણ હાજર રહ્યા હતા.
સંસ્થાના ફાઉન્ડર નિરવ શાહ ના જણાવ્યા મુજબ “શિયાળો એવા લોકો માટે ખૂબ જ કઠિન હોય છે જેમની પાસે ગરમ વસ્ત્રોનો અભાવ હોય છે આ ઠંડીથી કોઈ જરૂરિયાત મંદ પરિવાર ઠુંઠવાય નહીં તે જવાબદારી આપણા સૌની છે.”
પ્રોજેક્ટ હુંફ અંતર્ગત આ સંસ્થા સમાજ પાસેથી વણવપરાયેલા ગરમ કપડાં એકત્ર કરી શહેરની આજુબાજુના વિસ્તારમાં વિતરણ પણ કરવા જઈ રહી છે.જો આપ આ ભગીરથ કાર્યમાં જોડાવા માંગતા હોય તો સંસ્થાના સભ્યોનો સંપર્ક કરી શકો છો.