અમદાવાદ ખાતે લાયન્સ ક્લબ ઓફ સરખેજ અને બેનમૂન ફાર્મા રિસર્ચ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ડાયાબિટીસ ચેક અપ કેમ્પનું આયોજન કરાયું હતુ. 5મી ડિસેમ્બરના રોજ સીજી રોડ ખાતે સ્થિત બેનમૂન ફાર્મા રિસર્ચ આયુર્વેદિક કંપની ખાતે લાયન્સ ક્લબ ઓફ સરખેજ દ્વારા લાયન્સ મેમ્બર્સ અને મીડિયાના મિત્રો માટે એક ડાયાબિટીસ ચેક અપ કેમ્પ અને આયુર્વેદ થી ડાયાબિટીસ રિવર્સલ કેવી રીતે થઇ શકે એમના પર એક સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં આયુર્વેદાચાર્ય દિનેશ કાચા દ્વારા આયુર્વેદના પ્રસિદ્ધ જ્ઞાન આપવામાં આવ્યું હતું. લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232 B1ના unstoppable ડિસ્ટ્રિક્ટ ગવર્નર દક્ષેશ સોની, રિજિયન ચેરપર્સન નયનભાઈ પટેલ અને ડાયાબિટીસ અભિયાનના ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન અનંત યાદવની હાજરીમાં આયોજિત આ કેમ્પમાં 20 થી વધુ મીડિયા મિત્રો અને 25 થી વધુ લાયન્સ મેમ્બર્સ એ ભાગ લીધા હતા.