ગાંધીનગર: અમદાવાદ અને ગાંધીનગરના વૈભવી હોસ્પિટાલિટી ડેસ્ટિનેશન ધ લીલા ગાંધીનગર ખાતે કેટલાક મહેમાનોની હાજરીમાં ક્રિસમસ ટ્રી લાઇટિંગ સેરેમની સાથે તહેવારોની ઉજવણીની શરૂઆત કરવામાં આવી.
પરંપરાગત ક્રિસમસ ટ્રી લાઇટિંગ સમારોહ તહેવારોની શરૂઆતને દર્શાવે છે, જેમાં લીલા ગાંધીનગરનો લોબી ડોનિગ ફેસ્ટિવલ લૂક ઉત્સાહ અને હકારાત્મકતા ફેલાવે છે.
સમારોહની શરૂઆતમાં લોકો ક્રિસમસ ટ્રીની આસપાસ એકઠા થયા, અને તેને શણગારવામાં આવ્યું હતું. સૂર્યાસ્ત સમયે સુંદર રીતે સજાવેલ ટ્રીને કેરલ સિગિંગ સમયે ગાયકો સમક્ષ રાખવામાં આવ્યું હતું. આ સમારોહમાં શેફ કપિલ દુબે અને તેમની ટીમ દ્વારા ખાસ પ્રસંગ માટે તૈયાર કરાયેલા હેન્ડપિક્ડ સેવરીઝ અને ડેઝર્ટ્સની સાથે એક સ્વાદિષ્ટ હાઇ-ટી આપવામાં આવી હતી.
આ પ્રસંગે ધ લીલા ગાંધીનગરના જનરલ મેનેજર વિકાસ સૂદે જણાવ્યું હતું કે, “ક્રિસમસ ટ્રી લાઇટિંગ એ નાતાલની ઉજવણીનો એક ભાગ છે અને અમને આનંદ છે કે પરંપરાગત સમારોહમાં ઘણા મહેમાનો અમારી સાથે જોડાઈ શકશે. રજાનો આનંદ માણવા માંગતા લોકો માટે આ ઇવેન્ટ ખાસ છે. ક્રિસમસ મિત્રો અને કુટુંબીજનો સાથે સારુ ભોજન માણી અને સાથે રહેવાનો ઉત્તમ સમય છે.”