CSK ટીમના આ ખેલાડીના માતા-પિતાનો થયો અકસ્માત

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ભારતીય ક્રિકેટર શાર્દુલ ઠાકુરના માતા-પિતા મંગળવારે રોડ દુર્ઘટનાના શિકાર બન્યા હતા. બંને બાઇક ઉપર જઇ રહ્યા હતા અને તે સમય દરમિયાન જ રોડ દુર્ઘટના ઘટી હતી. તાત્કાલિક બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે તે સુરક્ષિત છે.

શાર્દુલ અને તેનો પરિવાર મહારાષ્ટ્રના પાલઘરમાં રહે છે. તેના માતા-પિતાનો અકસ્માત થયો તેના આગળના દિવસે જ શાર્દુલનું સિલેક્શન અફઘાનિસ્તાન વિરુદ્ધ રમાનાર ટેસ્ટ મેચમાં ભારતીય ટીમમાં થયું છે.

શાર્દુલ ઠાકુરના માતા-પિતા નરેન્દ્ર ઠાકુર અને હંસા ઠાકુર એક લગ્નમાં ગયા હતા. તેઓ લગ્નમાંથી પાછા આવી રહ્યા હતા ત્યારે તેમનું બાઇક સ્લીપ થઇ ગયું હતું. તેમને ખુબ ઇજા થઇ છે પરંતુ તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાથી હાલ બંને સુરક્ષિત છે.

તમને જણાવી દઇએ કે શાર્દુલ એ ચેન્નઇ સુપર કિંગ્સની ટીમ તરફથી ઇન્ડિયન પ્રિમિયર લીગમાં રમે છે. હાલમાં જ તેનો સમાવેશ ભારતીય ટેસ્ટ મેચ ટીમમાં થયો છે.

Share This Article