જૂનાગઢ : હરિગીરીના લેટરની સત્યતાની તપાસ એ ડીવીઝન પીઆઈ બી.બી.કોળી અને સ્ટાફે હાથ ધરી ગિરનાર પર્વત ઉપર બિરાજતા માં અંબાજી માતાજીના મહંત તનસુખગીરી મોટા પીર બાવા બ્રહ્મલીન થયા બાદ ગાદીનો વિવાદ થતા જેમાં પોલીસની એન્ટ્રી થઈ છે. આ રૂપિયા આવ્યા આપ્યાની હરિગીરીના લેટરની સત્યતાની તપાસ એ ડીવીઝન પીઆઈ બી.બી.કોળી અને સ્ટાફે હાથ ધરી છે. તનસુખગીરીએ પોતાના વારસદાર તરીકે કોઈને શિષ્ય તરીકે નિમ્યા નથી તેમ છતા હરિગીરીએ ચાદરવિધિ કરી પ્રેમગીરીની નિમણુંક કરતા વિવાદ વિકર્યો છે. આ મુદ્દે તનસુખગીરીના કૌટુંબીક વારસદાર અને ભીડભંજન મહાદેવની સેવા પૂજા કરતા રસીકભારથીએ એ ડીવીઝન પોલીસમાં ફરીયાદ કરી હરિગીરી સામે આક્ષેપ કરી જણાવ્યું છે કે તેમના હોદાનો ગેરઉપયોગ કરી ધાક ધમકી આપી સમાધી આપી તનસુખગીરી બાપુની જગ્યામાં ઘુસી બળજબરીથી પ્રેમગીરીની ચાદરવિધી કરી નાખી હતી. સાથે જગ્યા પચાવી પાડવા બે સાધુને પણ બેસાડી દીધા હતા. તેની સામે ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરીએ હરિગીરીની સહી સિકકા સાથેનો લેટર વાયરલ કર્યો હતો. જેમાં ભવનાથ મંદિરના મહંત બનવા રાજકીય પાર્ટીના લોકો તત્કાલીન કલેકટરો બે મજ કેટલાક સંતોને લાખોની રકમ આપ્યાનો ધડાકો કર્યો હતો. જેથી આ તમામ બાબતે વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે.
કથીત પત્રમાં સહી અંગે આડકતરો સ્વીકાર પણ લખાણ અંગે શંકા
ભૂતનાથ મહાદેવના મંદિરના મહંત મહેશગીરીએ કથીત પત્ર જાહેર કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. હરિગીરી સહિતના સાધુઓ ગઈકાલે એસપીને રૂબરૂ મળી આ લેટરની તપાસની માંગ કરી હતી પરંતુ સતાવાર ફરીયાદ આપી નથી. પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. એ ડીવીઝન પીઆઈ બી.બી.કોળી તપાસ ચલાવી રહ્યા છે. જેમાં જરૂરત પડયે અખાડાનો હિસાબ પુરાવા આપવાની ખાત્રી આપી છે. બીજી બાજુ મહંત હરિગીરીએ સ્વીકાર કર્યો છે કે પોતાની સહી વાળા લેટર વિવિધ કામો માટે આપેલા હોય છે. જેથી સ્પષ્ટ થાય છે કે આ કથીત લેટરમાં મહંતની સહી સાચી છે. સાધુઓના કારોબાર કેવા ચાલે છે તેનો ચોંકાવનારો ઘટસ્ફોટ થતા હલચલ મચી જવા પામી છે. કુંભ મેળાની કામગીરી પડતી મુકી હરિગીરીની દોડધામ જુનાગઢમાં વધી ગઈ છે. ત્રણ દિવસથી સીએ ઓફીસ કલેકટર સાધુ સંતો અને હવે પોલીસ વડા સમક્ષ દોડધામ કરી રહ્યા છે.
સરકાર દ્વારા અંબાજી માતાજીના મંદિર સહિતનો વહીવટ વ્યવસ્થા ગોઠવવામાં આવે અને વહીવટ સંભાળી લે તે ધર્મના હિતમાં છે. સાધુઓના ચાલતા ડખ્ખાના કારણે જુનાગઢની ખુબ મોટી બદનામી થવા પામી છે. કરોડોના કથીત વહીવટ વાળા લેટરથી સરકાર ચોંકી ઉઠી છે. સરકારે અંદર ખાને પોલીસને લેટર અંગેની તપાસ કરવાનો આદેશ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. લેટરમાં સહીઓ સાચી છે કે ખોટી અંદરનું લખાણ સાચુ કે બાદમાં લખાયેલું કેટલા સમય પહેલાનું છે તેની પોલીસ ગુપ્ત રાહે તપાસ કરી રહી છે. બાદ સરકારને જાણ કરશે. આગામી સમયમાં ગુન્હો દાખલ કરાશે? તે અંગે સવાલ ઉઠી રહ્યા છે.
મહેશગીરીઃ એસએફએલની તપાસની માંગ કરવામાં આવી છે.
ભૂતનાથના મહત મહેશગીરીએ જયારે લેટર જાહેર કર્યો ત્યારથી સતત દોડધામ જોવા મળી રહી છે. લેટરની બાબત સામે આવતા ભવનાથના મહંત કુંભ મેળાની તૈયારીઓ છોડી જુનાગઢ આવી ગયા છે. પ્રથમ તો લેટર ખોટો હોવાનો દાવો કર્યો હતો. જયારે આ લેટર એફએસએલની તપાસની માંગ મહેશગીરીએ કરતા હવે હરિગીરીએ એવો વળાંક લીધો છે કે મે સહી સાથે કોરા લેટરપેડ અન્યને આપ્યા હતા. આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે લેટરમાં સહીઓ પોતાની છે હવે અંદરના લખાણ અંગેની શંકાઓ ઉભી કરે છે, પોલીસ કલેકટરને આ અંગે રજુઆત કરે છે. ખરા અર્થમાં લેખીત ફરીયાદ આપવી જોઈએ. અખાડા એ સંતો માટેની સુપ્રિમ કોર્ટ ગણાય છે. અખાડાના જવાબદાર વ્યકિત સહી વાળા કોરા લેટર કોઈને આપવા એ યોગ્ય પણ નથી અને તે વાત કોટી બાબત છે.