અમદાવાદ : કેડિલા ફાર્માસ્યુટિકલ્સના સ્થાપક અને વિઝનરી લીડર આઈ.એ. મોદીની પુણ્યતિથિએ કેડિલા ફાર્માસ્યુટિકલ્સ દ્વારા ભાટ ગામમાં એક સામુદાયિક કાર્યક્રમનું આયોજન કરીને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રેલી, સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જે પર્યાવરણીય ટકાઉપણું અને સમુદાય કલ્યાણ માટે મોદીની કાયમી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
કેડિલાના કર્મચારીઓની આગેવાનીમાં S.L. પટેલ સ્કૂલના 300 થી વધુ વિદ્યાર્થીઓ સાથે ભાટ ગામમાંથી એક પ્રેરણાદાયી રેલી સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી. પાર્ટીસિપેટ્સે પર્યાવરણીય જાગૃતિ અને સામુદાયિક એકતાને પ્રોત્સાહન આપતા સંદેશાનો પ્રસાર હતો, જેનાથી સ્થાનિકો પર હકારાત્મક અસર થઈ હતી.
રેલી બાદ, ટીમ S.L. પટેલ સ્કૂલ, ભાટ ખાતે એકત્ર થઈ હતી, જ્યાં મોટાપાયે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું. ત્યાર બાદ વૃક્ષારોપણની પ્રવૃત્તિ કરવામાં આવી હતી, જે દરમિયાન શાળાના પરિસરમાં અનેક રોપાઓ વાવવામાં આવ્યા હતા, જે ભવિષ્યની પેઢીઓ માટે વિકાસ અને ટકાઉપણુંનું પ્રતીક છે.
આ કાર્યક્રમને સંબોધતા ભાટ ગામના સરપંચે કેડિલા ફાર્માસ્યુટિકલ્સની સામાજિક જવાબદારી પ્રત્યેની પ્રતિબદ્ધતા અને અર્થપૂર્ણ પહેલમાં સ્થાનિક સમુદાયોને જોડવાના તેમના પ્રયાસો માટે પ્રશંસા કરી.
આ ઇવેન્ટ શ્રી I.A. મોદી દ્વારા સ્થાપિત મૂલ્યોને જાળવી રાખવા અને સ્વચ્છ, હરિયાળા વાતાવરણને પ્રોત્સાહન આપવા માટે કેડિલા ફાર્માસ્યુટિકલ્સના સમર્પણનું શક્તિશાળી પ્રદર્શન હતું.