હાલમાં દિલ્હી-એનસીઆર સહિત દેશના ૧૩ રાજ્યો હવામાનમાં બદલાના કારણે વાવાઝોડા અને વરસાદનો ભોગ બની રહ્યાં છે, ત્યારે આજે દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા.
આ ઉપરાંત હિમાચલ પ્રદેશ અને જમ્મૂ-કાશ્મીરમાં પણ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. સૂત્રો અનુસાર ભૂકંપને કારણે જાન-માલને કોઇ નુક્શાન થવા પામ્યુ નથી.
૬.૨ની તીવ્રતા ધરાવતા આ ભૂકંપનું કેન્દ્ર સ્થાન અફધાનિસ્તાનના હિંદકુશ વિસ્તારને બતાવાઇ રહ્યું છે. હિંદકુશ કાબૂલથી ૧૮૨ કિલોમીટર દૂર છે. આ આંચકા બપોરે ૪ કલાકે અને ૧૬ મિનિટે અનુભવાયા હતા.