ન્યુયોર્કઃ ફોર્બ્સ મેગેઝીને દ્વારા પ્રસિદ્ધ કરાયેલ દુનિયાના સૌથી શક્તિશાળી હસ્તીઓની યાદીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. દુનિયા પર વસતા આશરે ૭.૫ બિલિયન લોકોમાંથી એવા ૧૦૦ મિલિયન લોકોએ એક એવી વ્યક્તિ કે જેના દ્વારા લેવાયેલ એક્શન ખૂબ જ મહત્વની છે, તેવા દુનિયાના સૌથી શક્તિશાળી ૭૫ લોકોની યાદી ફોર્બ્સ મેગેઝીન દ્વારા જાહેર કરવામાં આવી છે.
ફોર્બ્સ ૨૦૧૮ના દુનિયાના સૌથી શક્તિશાળી ૭૫ લોકોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવમાં સ્થાન પર રહ્યા છે. આ પ્રસિદ્ધ યાદીમાં ચીનના પ્રેસિડન્ટ શી જીનપીંગે પ્રથમ સ્થાન મેળવ્યું છે, તેમણે ચાર વર્ષથી આ સ્થાન પર રહેતા રશિયાના વાલ્દમીર પુતિનને હટાવી આ સ્થાન મેળવ્યું છે. આથી પુતીન બીજા સ્થાન પર આવી ગયા છે. ત્રીજા સ્થાન પર એમરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ રહ્યાં છે.
આ યાદીમાં જર્મનીના ચાન્સલેર એન્જેલા મેર્કલ ચોથા, એમેઝોનના ફાઉન્ડર અને સીઇઓ જેફ બેઝોસ પાંચમાં જ્યારે રોમન કેથેલિક ચર્ચના પોપ – પોપ ફ્રાન્સિસ છઠ્ઠા સ્થાન પર રહ્યાં છે. બિલ ગેટ્સ સાતમાં, યાદીમાં પ્રથમ વાર સ્થાન મેળવનાર સાઉદી એરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બીન સલમાન અલ સઉદ આઠમાં અને આલ્ફાબેટના સંસ્થાપક અને સીઇઓ લેરી પેજ દસમાં સ્થાન પર રહ્યાં છે.