અમદાવાદ: આ રવિવાર અન્ય રવિવાર જોવો ન હતો, કારણકે અમદાવાદીઓમાં અનેરો ઉત્સાહ હતો, અદાણી અમદાવાદ મેરેથોનની 8મી આવૃત્તિમાં ભાગ લેવા અને તેને ભવ્ય સફળતા અપાવવા માટે દોડવા માટે રસ્તા પર ઉતર્યા હતા. અદાણી અમદાવાદ મેરેથોન, જે સશસ્ત્ર દળોને સમર્પિત વાર્ષિક દોડ છે, જેમાં વિશેષ ‘#Run4OurSoldiers’ ઝુંબેશ કેન્દ્રમાં છે, જેને પ્રોત્સાહન મળ્યું છે કારણકે પ્રથમ વખત તેને એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાનું પ્રમાણપત્ર મળ્યું હતું,
આ મેરેથોનને એસોસિયેશન ઓફ ઈન્ટરનેશનલ મેરેથોન્સ એન્ડ ડિસ્ટન્સ રેસ દ્વારા પણ માન્યતા પ્રાપ્ત થઇ છે, સાબરમતી રિવરફ્રન્ટ ખાતે એર માર્શલ નર્મદેશ્વર તિવારી AVSM VM, મેજર જનરલ ગૌરવ બગ્ગા, ગ્રાન્ડમાસ્ટર અને ચેસ પ્રોડિજી આર પ્રજ્ઞાનંદા, ભૂતપૂર્વ ભારતીય મહિલા ક્રિકેટ કેપ્ટન મિતાલી રાજ, uqAqએક્ટર અને એથ્લેટ સૈયામી ખેર અને એશિયન મેરેથોન ચેમ્પિયન ડૉ. સુનિતા ગોદારા દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અદાણી એન્ટરપ્રાઇઝિસના ડિરેક્ટર શ્રી પ્રણવ અદાણી અને અદાણી સ્પોર્ટ્સલાઇન CBO શ્રી સંજય આડેસરા પણ હાજર રહ્યાં હતા.
મેરેથોનની 8મી આવૃત્તિ દરમિયાન સતત બીજી વખત આ ઇવેન્ટ શહેરના મધ્યમાં યોજવામાં આવી હતી, જેમાં શહેરના કેટલાક સૌથી પ્રતિષ્ઠિત સ્થળો ગાંધી આશ્રમ, અટલ બ્રિજ અને એલિસ બ્રિજને પણ આવરી લેવામાં આવ્યા હતા. 20,000 થી વધુ દોડવીરોએ તેમના શ્રેષ્ઠ પ્રયાસ દ્વારા શિયાળાની વિકએન્ડ મોર્નિંગમાં શહેરને જીવંત બનાવ્યું હતું.
અદાણી અમદાવાદ મેરેથોનમાં પાર્ટીસિપેટ્સને ફુલ મેરેથોન, હાફ-મેરેથોન, 10 કિમી દોડ અને 5કિમી દોડ એમ ચાર કેટેગરીમાં વહેંચવામાં આવ્યા હતા, સશસ્ત્ર દળોના બેન્ડ દ્વારા રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું હતું. મેરેથોનને ઇકો-ફ્રેન્ડલી ઇવેન્ટ તરીકે પણ યાદ રાખવામાં આવશે, કારણકે પ્લાસ્ટિકની પાણીની બોટલો રિસાયકલ કરવામાં આવી હતી અને ભવિષ્યમાં તેનો ઉપયોગ પાર્ક બેન્ચ બનાવવા માટે કરવામાં આવશે.
આ પ્રસંગે બોલતા, અદાણી એન્ટરપ્રાઈઝના ડિરેક્ટર પ્રણવ અદાણીએ જણાવ્યું હતું કે, “અદાણી અમદાવાદ મેરેથોન આપણા રાષ્ટ્રના રમતગમત કેલેન્ડરમાં એક નિર્ણાયક ક્ષણ બની ગઈ છે અને આજના પાર્ટીસિપેટ્સ તેના મહત્વને દર્શાવે છે. આ એક હ્રદયસ્પર્શી બાબત છે કે 20,000 થી વધુ લોકો માત્ર દોડવા અને ફિટનેસ માટે જ નહીં પરંતુ આપણા સશસ્ત્ર દળોને સન્માન આપવા માટે પણ એકઠા થયા છે. આ ઇવેન્ટને ખાસ બનાવનાર પાર્ટીસિપેટ્સને હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું.”
એર માર્શલ નર્મદેશ્વર તિવારી AVSM VMએ જણાવ્યું હતું કે”અદાણી અમદાવાદ મેરેથોન માટે હું અદાણી ગ્રુપનો ખૂબ આભાર માનું છું, આ એક એવો દિવસ છે જ્યાં અમે વર્ષમાં એક વાર અમારા સૈનિકો માટે ભેગા થઈએ છીએ. આ એક મહાન ઉત્સવ છે જ્યાં શહેરના લોકો ભેગા થાય છે અને સૈનિકોને સમર્થન આપે છે. મે અને મારી પત્નીએ આ પ્રસંગનો આનંદ માણ્યો, ખાસ કરીને હું પોતે 10 કિલોમીટર દોડ્યો હતો, આ ઉમદા પ્રસંગે અમદાવાદનો જોશ અદભુત હતો.”
ગ્રાન્ડમાસ્ટર અને ગ્લોબલ આઈકન આર પ્રજ્ઞાનન્ધાએ કહ્યું હતું કે, “ મેરેથોન એવી નથી જેવી હું ચેસમાં ચાલ કરું છું, અદાણી અમદાવાદ મેરેથોનનો ભાગ બનવું એ એક રોમાંચક અનુભવ હતો. આપણા સશસ્ત્ર દળોના જવાનો સહિત હજારો પાર્ટીસિપેટ્સની ઉર્જા અને નિશ્ચય ખરેખર નોંધપાત્ર હતા. આ પ્રકારની ઇવેન્ટ આપણને રમતગમતની એકીકૃત શક્તિની યાદ અપાવે છે કે કેવી રીતે રમત લોકોને અર્થપૂર્ણ હેતુ માટે એકસાથે લાવી શકે છે. સ્વાસ્થ્ય અને સામુદાયિક ભાવનાની આ અસાધારણ ઉજવણીનો ભાગ બનવા બદલ હું ગૌરવ અનુભવું છું.”
ભૂતપૂર્વ ભારતીય મહિલા ક્રિકેટ કેપ્ટન મિતાલી રાજે જણાવ્યું હતું કે, “અદાણી અમદાવાદ મેરેથોન રમતમાં એકતા, સર્વસમાવેશકતા અને ઉદ્દેશ્યને પ્રોત્સાહિત કરતી શક્તિનું પ્રદર્શન છે. તમામ વય જૂથ અને અલગ અલગ બેકગ્રાઉન્ડના પાર્ટીસિપેટ્સ એક સાથે આવ્યા અને મેરેથોનમાં ખૂબ જ ઉત્સાહ સાથે જોડાયા તે જોવું ખરેખર ઉમદા અનુભવ હતો. આવા પ્રભાવશાળી અને યાદગાર કાર્યક્રમનું આયોજન કરવા બદલ અદાણી ગ્રુપને અભિનંદન.”
સૈયામી ખેરે જણાવ્યું હતું કે, “અદાણી અમદાવાદ મેરેથોનનો સ્કેલ અને ઊર્જા અતુલ્ય છે. હજારો દોડવીરોને રસ્તા પર નિર્ધાર અને સહાનુભૂતિના ટ્રેકમાં પરિવર્તિત થતા જોવા પ્રેરણાદાયી હતા. સુંદર રીતે તૈયાર કરાયેલા માર્ગ તેને વધુ યાદગાર બનાવ્યો, અને આ અદ્ભુત ઘટનાનો ભાગ બનતા હું રોમાંચિત છું.”