ભારતની અગ્રણી પેમેન્ટ્સ અને નાણાકીય સેવાઓની વિતરણ કંપની પેટીએમ દ્વારા તેના ઉપભોક્તાઓ માટે પસંદગીના આંતરરાષ્ટ્રીય સ્થળે યુપીઆઈ પેમેન્ટ્સની સુવિધા લાવી છે. ભારતીય પ્રવાસીઓ યુએઈ, સિંગોપાર, ફ્રાન્સ, મોરિશિયસ, ભૂતાન અને નેપાળ સહિત લોકપ્રિય સ્થળો ખાતે કેશલેસ સુવિધા માણી શકે છે. આથી શોપિંગ, ડાઈનિંગ અને સ્થાનિક અનુભવો માટે પેટીએમ એપ થકી સીધું પેમેન્ટ કરી શકાશે, જેથી આંતરરાષ્ટ્રીય પ્રવાસ હોલીડેની સીઝન દરમિયાન વધુ સહજ બનશે. ઉપભોક્તાઓને લેણદેણ પૂર્ણ કરવા પૂર્વે અપફ્રન્ટ ફોરેન એક્સચેન્જ રેટ્સ અને કન્વર્ઝન ફીઝ જોવા મળતાં સંપૂર્ણ પારદર્શકતાનો લાભ મળશે.
પેટીએમનું યુટીઆઈ ઈન્ટરનેશનલ સેટ કરવાનું ઝડપી અને સંરક્ષિત છે, જેમાં ઉપભોક્તાના બેન્ક અકાઉન્ટને લિંક્ડ વન-ટાઈમ એક્ટિવેશન આવશ્યક રહેશે. પ્રવાસીઓ ઉપયોગનો સમયગાળો પસંદ કરી શકે, ઉપયોગમાં નહીં હોય ત્યારે સેવા નિષ્ક્રિય કરી શકે અને વિદેશમાં યુપીઆઈ-એનેબલ્ડ ક્યુઆર કોડ્સ થકી પેમેન્ટ્સ કરી શકે છે.
પેટીએમના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “ભારતમાં મોબાઈલ પેમેન્ટ્સમાં આગેવાન તરીકે અમે સતત અમારા ઉપભોક્તાઓ માટે વધુ સુવિધા લાવવા માટે નાવીન્યતા લાવતા રહીએ છીએ. યુપીઆઈ ઈન્ટરનેશનલ સાથે અમે આ સહજતા ભારતીય પ્રવાસીઓને પૂરી પાડવા રોમાંચિત છીએ, જેનાથી તેઓ યુએઈ, સિંગાપોર, ફ્રાન્સ, મોરિશિયસ, ભૂતાન અને નેપાળ જેવા દેશોમાં સંરક્ષિત, કેશલેસ પેમેન્ટ્સ કરી શકશે. આગામી હોલીડે સીઝન સાથે અમને ખાતરી છે કે આ લોન્ચ વિદેશ પ્રવાસ ઉપભોક્તાઓ માટે વધુ સુવિધાજનક બનાવશે. આ વિસ્તરણ અમારા ઉપભોક્તાઓ દુનિયામાં જ્યાં પણ હોય ત્યાં ટેકનોલોજીનો લાભ લેવા તેમને સશક્ત બનાવવાની અમારી કટિબદ્ધતા દર્શાવે છે.”