આણંદમાં શખ્સે ઓફિસમાં કામ કરતી યુવતીને કેફી દ્રવ્ય પીવડાવી દુષ્કર્મ આચર્યું

Rudra
By Rudra 2 Min Read

આણંદ : વિદ્યાનગરના જનતા ફાટક પાસે એવરેસ્ટ ઓવરસીઝના માલિકે તેની ઓફિસમાં કામ કરતી યુવતીને કોલ્ડ્રિંક્સમાં નશાકારક પ્રવાહી પીવડાવી દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં અવારનવાર દુષ્કર્મ આચરતા યુવતીને ગર્ભ રહી ગયો હતો. આ અંગે વિદ્યાનગર પોલીસે શખ્સ વિરૃદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વિદ્યાનગરમાં મહેશ્વરી પેલેસ પાછળ રહેતા ભૌમિકભાઈ વિનોદભાઈ મકવાણાની વિદ્યાનગરના જનતા ફાટક પાસે એવરેસ્ટ ઓવરસીઝ નામની ઓફિસ આવેલી છે. ગત રોજ ભૌમિકે પોતાની ઓફિસમાં કામ કરતી એક 23 વર્ષીય યુવતીને કોલ્ડ્રિંક્સમાં નશાકારક પ્રવાહી પીવડાવી દીધું હતું. પરિણામે યુવતી બેભાન જેવી થઈ જતાં ભૌમિકે તેણી સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ પણ ભૌમિકે યુવતીની મરજી વિરૃદ્ધ અવારનવાર દુષ્કર્મ આચરતા તેણીને ગર્ભ રહી ગયો હતો. આ અંગે પરિવારને જાણ થતા તેમણે યુવતીની પુછપરછ હાથ ધરી હતી. જેથી યુવતીએ સમગ્ર હકિકત જણાવતા પરિવારજનો યુવતી સાથે વિદ્યાનગર પોલીસ મથકે પહોંચ્યા હતા. પોલીસે ભૌમિક મકવાણા વિરૃદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આણંદ જિલ્લામાં પખવાડિયામાં દુષ્કર્મનો ત્રીજો બનાવ સામે આવ્યો છે. દસેક દિવસ પહેલા ઉમરેઠના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના પૂજારીએ એક મનોદિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી હોવાની અગાઉ ફરિયાદ નોંધાઈ હતી. બાદમાં ગત રવિવારે આણંદના વોર્ડ નં. 6ના ભાજપના કાઉન્સિલર દીપુ પ્રજાપતિ વિરૃદ્ધ શહેરની પરિણીતા પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ હતી. હજૂ ભાજપનો કાઉન્સિલર પોલીસ પકડન બહાર છે. તેવામાં વિદ્યાનગર પોલીસ મથકે વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે.

Share This Article