ભારતના મોસ્ટ એડવાન્સ કમ્યૂનિકેશન સેટેલાઇટ જીસેટ 20નું સફળતાપૂર્ણ લોન્ચિંગ થઈ ગયુ છે. એલન મસ્કના સ્પેસએક્સનું ફાલ્કન 9 રોકેટ દ્વારા તેને સફળતાપૂર્વક અવકાશમાં પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતુ.
બેંગલુરુ : ભારતના મોસ્ટ એડવાન્સ કોમ્યૂનિકેશન સેટેલાઇટ જીસેટ 20નું સફળતાપૂર્ણ લોન્ચિંગ થઈ ગયું છે. એલન મસ્કે સ્પેસએક્સના ફાલ્કન 9 રોકેટ દ્વારા તેને અવકાશમાં લઈ જવામાં આવ્યું. મંગળવાર અડધી રાતે ઇસરોની મોસ્ટ સોફેસ્ટિકેટેડ કમ્યૂનિકેશન સેટેલાઇટ રવાના થયું હતુ. આ સેટેલાઇટ અંતરિયાળ વિસ્તારમાં બ્રોડબેન્ડ સેવાઓ અને ફ્લાઇટ્સમાં મુસાફરોને ઇન્ટરનેટ સેવા પૂરી પાડશે. એલન મસ્કના સ્પેસએક્સના ફાલ્કન 9 રોકેટથી તેને લોન્ચ કવરામાં આવ્યું છે.
ઇસરોની બેંગલુરુની કોમર્શિયલ બ્રાન્ચ, ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડના અધ્યક્ષ રાધાકૃષ્ણને એનડીટીવીને કહ્યું કે, લોન્ચ સફળ રહ્યું. જીસેટ 20ને ખૂબ જ સચોટ ઓર્બિટ મળ્યું છે. “GSAT N-2 કે GSAT 20 નામ ના 4,700 કિલો વજનના સંપૂર્ણ કોમર્શિયલ સેટેલાઇટને ફ્લોરિડાના કેપ કેનાવેરલમાં સ્પેસ કોમ્પ્લેક્સ 40થી લોન્ચ કરવામાં આવ્યું. આ લોન્ચ પેડને મસ્કની સ્પેસએક્સે અમેરિકા પાસેના સ્પેસ ફોર્સ પાસેથી ભાડે લીધુ છે. જે દેશના સશસ્ત્ર દળોની એક સ્પેશિયલ બ્રાન્ચ છે. જેને વર્ષ 2019માં સેનામાં પોતાના સ્પેસ એસેટ્સને સુરક્ષિત કરવા માટે બનાવ્યું હતુ.
ફાલ્કન 9 બી -5ની વિગતો
સેટેલાઇટ લોન્ચ માટે ઉપયોગ કરવામાં આવેલા ફાલ્કન 9 બી – 5 રોકેટ, 70 મીટર લાંબું છે.
ફાલ્કન 9 બી – 5 રોકેટનું વજન આશરે 549 ટન છે.
તેનો ઉપયોગ લેફ્ટ-ઓફ દરમિયાન કરવામાં આવ્યો હતો.
તેને ટુ સ્ટેજ રોકેટ તરીકે તૈયાર કરવામાં આવ્યું છે.
રોકેટ જિયોસિન્ક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં 8,300 કિલો સુધી અને પૃથ્વીની નિચલી કક્ષામાં 22,800 કિલો સુધી વજન ઉપાડી શકે છે.
ઉડાનના આશરે 8 મિનિટ પછી પહેલો તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયો હતો.
મસ્કની સ્પેસએક્સની આ 371મી રિકવરી હતી.
જીસેટ 20 મિશન લાઇફ 14 વર્ષ છે.
લોન્ચ દરમિયાન ઇસરોના અધ્યક્ષ ડો. એસ સોમનાથે કહ્યું, “જીસેટ 20ની લાઇફ 14 વર્ષ છે અને ગ્રાઉન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેટેલાઇટની સેવા માટે તૈયાર છે.” એસ સોમનાથે કહ્યું કે “લોન્ચ સફળ રહ્યું, કેમ કે અમને એક સારુ ઓર્બિટ મળ્યું છે. સેટેલાઇટ હેલ્ધી છે અને સૌર પેનેલ તહેનાત કરી દેવામાં આવી છે.”