ખાંભા પંથકમાં ચોકલેટની લાલચ આપી ચાર વર્ષની ભત્રીજી પર કાકીની મદદથી સગા કાકાએ દૂષ્કર્મ આચરવાની ઘટના બનતા ચોમેર ફીટકાર વરસી રહ્યો છે. મોડી રાતે નોંધાવેલી ફરિયાદમાં કાકી સામે એવો આક્ષેપ કરાયો છે કે કાકીએ બાળકીને પકડી રાખી હતી અને તે પછી કાકાએ દૂષ્કર્મ આચર્યું હતું. આ વિચિત્ર ફરિયાદ અને ઘટના અંગે પોલીસ પણ વિમાસણમાં મુકાઈ ગઈ હતી. ફરિયાદના પગલે આક્ષેપિત કાકાની પોકસો કલમ હેઠળ તેમજ કાકી સામે મદદગારી સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધી ધરપકડ કરી છે.
ઉલ્લેખનીય છે કે આરોપી કાકા સામે 2022ની સાલમાં છેડતી અંગે ફરિયાદ નોંધાઈ હતી. અમરેલી જિલ્લામાં શર્મસાર ઘટના પ્રકાશમાં આવી છે. ખાંભા પંથકમાં એક ગામની 3 વર્ષ અને 11 મહિના 7 દિવસની બાળકી ઉપર હવસખોર સગા કાકા અને કાકી દ્વારા દુષ્કર્મ આચર્યાની ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાતા અલગ અલગ દિશામાં પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આ ઘટનામાં રહેણાંક વિસ્તારમાં બાળકીને ચોકલેટ આપવાની લાલચ આપી રૂમમાં બોલાવી સગા હવસખોર કાકાએ દુષ્કર્મ આચર્યું હતું. એવો આક્ષેપ છે કે જયારે બાળકીની કાકી દુષ્કર્મ આચરવામાં બાળકીને પકડી રાખવા માટે સહિતની મદદગારી કરતા પોલીસે કાકા-કાકી સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઘટનાને લઈ ધારી એ.એસ.પી.જયવીર ગઢવી ખાંભા પહોંચી અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે હાલમાં એ.એસ.પી.ના સીધા સુપરવિઝન હેઠળ તપાસ ચાલી રહી છે. ઘટનામાં દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ ખાંભા પોલીસ સ્ટેશનમાં મોડી રાતે નોંધાયા બાદ પોલીસએ ઘટનાની ગંભીરતા દાખવી બને આરોપીને ગણતરીની કલાકોમા ધરપકડ કરવામાં આવી છે. જેમાં સગા કાકા અને સગી કાકી બંનેની ધરપકડ કરી પૂછ પરછ શરૂ કરવામાં આવી છે વધુ કેટલાક પુરાવા એકત્ર કરવા પોલીસએ કવાયત હાથ ધરી છે.