આ ફિલ્મની સૌથી ગજબ વાત છે તેના રમૂજી સંવાદો, કાસ્ટની સોલીડ પર્ફોમન્સ અને સહેજ પણ બોરિંગ ન લાગે તેવું સ્ક્રીન પ્લે. ગુજરાતી સિનેમાની વધુ એક રોમ કોમ, જોનર એ જ છે પણ વાત અહી થોડી અલગ છે. ફિલ્મની સરળ વાર્તાને પણ તેના સંવાદો અને તેની કાસ્ટ તેમના ખભે ઉપાડે છે. ફિલ્મની Situation comedy forced નથી લાગતી અને ફિલ્મની માત્ર એક રાતની કહેવામાં આવેલી વાત Boring નથી લાગતી.
આરોહી પટેલ, ભવ્ય ગાંધી અને દીપ વૈધની એક્ટિંગ ખૂબ જ દમદાર છે. ખાસ કરીને આરોહીનું પાત્ર થોડી થોડી જબ વી મેટની ગીત જેવી વાઈબ આપે, તે જ્યારે પણ વાત કરે ત્યારે તેને જોવાની મજા આવે. ફિલ્મનો ફસ્ટ હાફ ખૂબ જ ગજબ છે, સમસ્યા તેના બીજા હાફમાં છે. ફિલ્મના બીજા હાફમાં કોમેડીની જગ્યા ફિલસૂફી અને કેટલીક લોજીકલ ન લાગે એવા દ્રશ્યો લઈ છે. ફિલ્મની જેટલી પણ નબળાઈ છે તે તેના આ ભાગમાં જ છે. ફિલ્મનો કલાઈમેક્સ પણ સાવ પ્લેન લાગે છે, જ્ઞાનના સંવાદોથી પાત્રોના હ્રદય પરિવર્તન થઈ જાય બસ એવી જ વાત. ટૂંકમાં ફિલ્મ પરિવાર અને મિત્રો સાથે એક વાર જોવાય, આરોહી અને ફિલ્મની કોમેડી મોજ કરાવશે.