ગુજરાતમાં રાજકોટ શહેરની હવાના પ્રદુષણમાં જોવા મળ્યો ચિંતાજનક વધારો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ગુજરાતમાં રાજકોટ મહાનગર પાલિકના અધિકારીઓ અને પદાધિકારીઓ નવા નવા પ્રોજેક્ટો ઘડવામાં વ્યસ્ત છે ત્યારે શહેરની હવા પ્રદુષિત થઈ રહી છે.

કાર્બન ડાયોક્સાઈડ (સીઓ૨)નું પ્રમાણ વૈશ્વિક સ્તરે ગત એપ્રિલ દરમિયાન વધીને ૪૧૦ પીપીએમ (પાર્ટ્સ પર મિલિયન) પહોંચ્યું છે જે ચિંતાનો વિષય છે અને તેથી વધુ ચિંતાનો વિષય એ છે કે રાજકોટમાં આ સ્તર ૫૫૦થી માંડીને ૮૦૦ સુધી પહોંચી ગયું છે.

હાલમાં બપોરના સમયે જ્યારે ટ્રાફિક સવાર-સાંજ કરતા ઓછો હોય ત્યારે પણ રાજકોટમાં હોસ્પિટલ ચોકે ૫૪૨ સૌથી વધારે પ્રદ્યુમ્નપાર્ક વિસ્તારમાં ૮૧૧, અટીકા વિસ્તારમાં ૭૨૦, ત્રિકોણબાગ ખાતે ૬૯૭, મનપાની ભાવનગર રોડ પર આવેલી ઓફિસ પાસે ૫૭૯, મહિલા કોલેજ ચોક ૬૧૧, નાનામવા સર્કલ ૬૧૦, ગોંડલરોડ ચોક ૫૪૭ રેલવે સ્ટેશન પાસે ૬૪૫, આજી ડેમ ચોક પાસે ૬૬૮ ,કોઠારીયા ૬૪૨ પી.પી.એમ. નોંધાયેલ છે. મનપાના સેન્સરો આ માપ પરસેન્ટેજમાં માપે છે. અને તે મૂજબ કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ ૦.૦૫૦૦થી ૦.૦૮૦૦ સુધી આવે છે.

મનપાએ તેને પી.પી.એમ. મૂજબ માપવાનું શરુ કરવાની પણ જરૃર છે. આ પહેલા મનપામાં યુ.વી.ઈન્ડેક્સ પણ પોઈન્ટમાં મપાતો હતો જેમાં તાજેતરમાં સુધારો કરાયો હતો. એ નોંધનીય છે કે રાજકોટમાં પ્રદુષણનો આંક લગભગ તમામ સ્થળે ૧૦૦થી વધારે અર્થાત્ મોડરેટ પોલ્યુશન સૂચવે છે. સૌરાષ્ટ્રમાં અન્ય નગરોમાં સેન્સરો મુકાયા નથી પણ ત્યાં પણ હવાના પ્રદુષણનું પ્રમાણ ચિંતાજનક હોવાની પૂરી શક્યતા છે.

 

Share This Article