‘જિન્ના પ્રેમી ભારત છોડો’ના નારા દિલ્હીમાં ગૂંજ્યા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

જિન્ના પર વિવાદ હજુ ચાલુ જ છે. હવે આ વિવાદ રાજધાની દિલ્હી સુધી પહોંચી ગયો છે. મંગળવારે જામિયા મિલિયા ઇસ્લામિયાના મેન ગેટ પર પ્રદર્શનકારોએ જિન્નાની વિરોધમાં નારા લગાવ્યા અને જિન્ના પ્રેમી ભારત છોડો અને વંદે માતરમના નારા લગાવ્યા.

એમએમયૂમાં પાકિસ્તાનના રાષ્ટ્રપિતા જિન્નાના ફોટોને લઇને ઘણો વિવાદ ઉભો થયો છે. તેને લઇને જામિયા મિલિયા ઇસ્લામિયાના મેન ગેટ પર પ્રદર્શનકર્તાએ નારા લગાવ્યા. જોકે, નારાબાજીના થોડા સમય બાદ જ પ્રદર્શનકર્તાઓ પરત ફર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે બીજેપી સાંસદ સતીશ ગૌતમએ યુનિવર્સિટીના વીસી પાસે હોલમાં લાગેલી જિન્નાનો ફોટો દૂર કરવા જણાવ્યું હતુ. આ પછી તરત જ આ વાતે પકડ મજબૂત બનાવી અને હિંદુ યુવા વાહીનીના કાર્યકર્તાઓએ જિન્નાનો ફોટો હટાવવાની માંગ કરતા એએમયૂની બહાર વિરોધ પ્રદર્શન કર્યું.

એએમયૂના વર્તમાન અને પૂર્વ વિદ્યાર્થીઓએ આ બાબતનો વિરોધ કરતા જણાવ્યું કે જિન્ના ભલે ભારત માટે આદર્શ નથી, પરંતુ તેઓ ઇતિહાસનો ભાગ છે.

Share This Article