ઈઝરાયલમાં જાપાનના વડાપ્રધાનને સર્જનાત્મકતાના નામે જૂતાની ડીશમાં જમાડતા વિવાદ

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

તાજેતરમાં જાપાનના વડાપ્રધાન શિન્જો આબે ઈઝરાયલના પ્રવાસે હતા ત્યારે તેઓની મહેમાનગગતિ અનોખી રીતે કરવામાં આવી રહી છે. આબે 2જી મેએ પોતાના પત્ની સાથે ઈઝરાયલના પ્રવાસે ગયા હતા. વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂ અને તેમના પત્ની સારા સાથેના ડિનર દરમિયાન આબેને જૂતામાં ડિશ અને ડેઝર્ટ પીરસવામાં આવ્યુ.   

ઈઝરાયલના શેફ મોશે સેગવેએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમનો ફોટો શેર કર્યો છે. જે બાદ સમગ્ર ઘટના સામે આવી. જોકે આ ઘટનાને પગલે ઈઝરાયલના વડાપ્રધાનની ખૂબ આલોચના થઈ રહી છે. જાપાની સંસ્કૃતિમાં જૂતાને અપમાનજનક માનવામાં આવે છે. કેટલીક જગ્યાઓ પર જાપાનીઓ જૂતાનો ઉપયોગ જ કરતા નથી. તે ઘરમાં અને ઓફિસોમાં જૂતાને દરવાજાની બહાર ઉતારીને આવે છે. વડાપ્રધાન અને તેમના મંત્રી પણ જૂતા પહેરીને પોતાની ઓફિસમાં જતા નથી.

જોકે જ્યારે શિંજો આબેને ડિનર ટેબલ પર જૂતામાં ડેઝર્ટ પરોસવામાં આવ્યુ તો તેમણે ખાઈ લીધુ, પરંતુ ત્યાં હાજર જાપાની અને ઈઝરાયલી રાજદૂતોને તે પસંદ પડ્યુ નહીં. જાપાની રાજદૂતે ટીકા કરતા જણાવ્યુ કે દુનિયામાં એવી કોઈ સંસ્કૃતિ નથી, જેમાં જૂતા ટેબલ પર મૂકવામાં આવે છે. અમે અમારા વડાપ્રધાન સાથે થયેલા વર્તનથી નારાજ છીએ. આ ઘટના વાયુ વેગે પ્રસરવાથી ઈઝરાયલના વિદેશ વિભાગે નિવેદન આપીને સ્પષ્ટતા કરી કે અમારા શેફ ઘણા ક્રિએટીવ છે. અમે તેમના કાર્યના વખાણ કરીએ છીએ.

Share This Article