દૃષ્ટિહીન વ્યક્તિઓ માટે યોજાયો “સુપ્રીમ સિંગર્સ ઓફ ગુજરાત: વોઇસ ઓફ બ્લાઇન્ડ 2.0” સિંગિંગ સ્પર્ધા. વર્લ્ડ સાઇટ ડેની ઉજવણીમાં અમદાવાદ સુપ્રીમની રોટરી ક્લબે બ્લાઇન્ડ પીપલ્સ એસોસિયેશન સાથે મળીને “સુપ્રીમ સિંગર્સ ઓફ ગુજરાત: વોઇસ ઓફ બ્લાઇન્ડ 2.0” પ્રસ્તુત કર્યું છે, જે એક પ્રેરણાદાયી સિંગિંગ કોમ્પિટિશન છે, જે તેના હૃદયમાં ઉમદા સામાજિક હેતુ ધરાવે છે. રોટેરીઅન શ્રીમતી મીના મહેતા (પ્રોજેક્ટ ચેર) અને રોટેરીઅન શ્રી મનીષ મહેતા એ જણાવ્યું હતું કે, “આ કાર્યક્રમ ફ્રિઝબી ,સિંધુ ભવન રોડ, , અમદાવાદખાતે રાખવામાં આવ્યો હતો . આ કાર્યક્રમ દૃષ્ટિહીન વ્યક્તિઓના જીવન પર અર્થપૂર્ણ પ્રભાવ પાડવાનો પ્રયાસ કરી રહેલા લોકોનાં હૃદયને સ્પર્શે તેવો છે.” આ કાર્યક્રમમાં 73 થી વધુ નોમિનશન આવ્યા હતા ,જેમાંથી 20 ફાઇનલિસ્ટને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા. દરેક વયજૂથના વિજેતાઓને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યું. આ ઉપરાંત અન્ય ફાઇનલિસ્ટને પ્રત્યેકને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું હતું .આ સ્પર્ધામાં દરેક સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, આ સ્પર્ધકોએ પ્રેક્ષકોના મન જીતી લીધા હતા. એમના અવાજમાં જાણે સરસ્વતીજી પોતે આવ્યા હોય એવો અનુભવ કરાવ્યો હતો.
આ કાર્યક્રમ દૃષ્ટિહીન વ્યક્તિઓને સશક્ત બનાવવાના પ્રયત્નના ભાગરૂપે કરવામાં આવ્યો હતો. આ સ્પર્ધાનો ઉદ્દેશ દૃષ્ટિહીન વ્યક્તિઓને તેમની અસાધારણ સંગીત પ્રતિભા પ્રદર્શિત કરવા માટે એક મંચ પ્રદાન કરીને તેમને સશક્ત બનાવવાનો હતો. આ કાર્યક્રમનો પ્રાથમિક ઉદ્દેશ દૃષ્ટિહીન સમુદાય દ્વારા સામનો કરવામાં આવતા પડકારો વિશે જાગૃતિ લાવવાનો અને સામાજિક જવાબદારીની ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે. રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ એન્ડ બ્લાઇન્ડ પીપલ્સ એસોસિયેશનના આયોજકોએ સ્પર્ધાથી આગળ વધીને સામાજિક હેતુ માટે એકજૂટ થયા છે. તેઓ સમગ્ર સમાજને આ કાર્યક્રમમાં હાજરી આપવા અને ટેકો આપવા આમંત્રણ આપે છે, તો ચાલો સૌ સાથે મળીને, સમાવેશી સમાજમાં યોગદાન આપીએ અને ગુજરાતમાં દૃષ્ટિહીન વ્યક્તિઓના જીવનમાં પરિવર્તન લાવીએ.