બે દિવસ પહેલા એક સ્કૂલ બસ ઉપર હુર્રિયત અને પાકિસ્તાન સંચાલિત અમુક કાશ્મીરી યુવાનોએ પથ્થરમારો કર્યો હતો અને ગઈકાલે એક દક્ષિણ ભારતીય ટુરિસ્ટ બસ ઉપર પથ્થરમારો કરી અને એક 22 વર્ષ ના ચેન્નાઇના યુવક ની હત્યા કરી નાખાવામાં આવી હતી. આ ઘટના બાદ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તી સહિત બધાજ પાર્ટીના લોકોએ સંયુક્ત રીતે એકમત થઇ અને તેને વખોડી કાઢી હતી. પરંતુ આ ઘટનાથી થનારી અસરનું જો ઊંડાણ પૂર્વક વિશ્લેષણ કરવા માં આવે તો અમુક આશ્ચર્યચકિત કરીદે તેવા તથ્યો સામે આવે છે.
1 – કાશ્મીર સરકાર દ્વારા થોડા સમય પેહલા બધાજ પથ્થરબાજો સામેના કેસ ને પાછા લઇ અને એક પહેલ કરવામાં આવી હતી જેથી ભટકેલ યુવાનો અને બેરોજગારો ને સમજાવી શકાય, પરંતુ ગઈકાલ ની ઘટના પછી સરકાર નો આ નિર્ણય કેટલી હદે સાચો હતો તે પ્રશ્ન ઉદ્ભભવે છે.
2 – પાછલા અમુક સમય થી નોટબંદી અને પ્લાસ્ટિક બુલેટના કારણે કાંકરીચાળાની ઘટના લગભગ 68 ટાકા જેટલી ઘટી ગઈ હતી પરંતુ સરકાર ના કોમળ રવૈયા બાદ આ ઘટના દર્શાવે છે કે દેશદ્રોહી તત્વો પુનઃ અગ્રેસર અને જાગૃત થયા છે.
હવે ઉપરોક્ત બે તથ્યોને આધારે જાણવાનો પ્રયત્ન કરીયે કે પર્યટકોને નિશાના બનાવવા પાછળની હુરિયત અને અન્ય પાકિસ્તાન પ્રેરિત દેશદ્રોહી સંગઠનોની ચાલ શું છે ?
હુરિયત ની ચાલ :
હુરીયાત પરના દરોડા પછી એ સટીક રીતે સાબિત થઇ ગયું હતું કે તેઓને પાકિસ્તાન થી ફંડિગ મળે છે. અને તેઓને જો યુવાનો જોઈતા હોય જે તેમની વાતો માને અને રૂપિયા માટે ભારતીય સેના ઉપર કાંકરીચાળો કરે તો કાશ્મીર માં બેરોજગારી વધારવી અનિવાર્ય બની જાય છે.
જોકે કાશ્મીરનું અર્થતંત્ર સહેલાણીઓ અને ટુરિઝમ દ્વારા થતી આવક ઉપરજ મુખ્યત્વે નિર્ભર રહે છે અને આવી ઘટનાઓ થી કાશ્મીરમાં સહેલાણીઓની સંખ્યા 2015 એન્ડ 2016 માં નિરંતર ઘટતી જોવા મળી છે. જો ત્યાંની પ્રજાને ટુરિઝમ ઘટાડી અને બેરોજગાર કરવા માં આવે તો હુરિયત અને અન્ય તોફાની તત્વો પ્રજાને રૂપિયા અને અન્ય પ્રલોભનો આપી ભારતીય સેનાએ ની વિરુદ્ધ ઉકસાવી અને કાંકરીચાળો કરવા પ્રેરિત કરી શકે. બેરોજગારી અને પૈસાના અભાવમાં તેમનું બ્રેઈનવોશ પણ આસાની થી થઇ શકે.
તેથી ટુરિઝમ અટકાવવા માટે ટુરિસ્ટ ઉપર હુમલો કરી ભયનો માહોલ બનાવવો, એ જ હતો હુરિયતનો પર્યટકો અને ટુરિસ્ટોને નિશાનો બનાવવા પાછળ નો મુખ્ય હેતુ અને ત્યાંની પ્રજાને બેરોજગાર બનાવવાની ચાલ.