વિજ્ઞાન અને નાસા દ્વારા અનેક પ્રયોગો અને રિસર્ચ પ્રમાણે સૂર્યની જીવનરેખા આંકવા માં આવી છે. અત્યાંધુનિક ઉપકારનો અને વૈજ્ઞાનિક ગણતરી પ્રમાણે એવું તરણ કાઢવામાં આવ્યું છે કે આજથી દસ બિલિયન વર્ષ પછી સૂર્ય તેનો પાવર કે જ્વાળા ખોઈ નાખશે, અને સૂર્ય થકી પૃથ્વી અને અન્ય ગ્રહો પાર પણ જીવન નો અંત આવવાનું મુખ્ય કારણ આ ઘટના હશે તેવું વૈજ્ઞાનિકોનું માનવું છે.
“planetary nebula” નામક ઘટના તેની પાછળનું મુખ્ય કારણ બનશે, દરેક સિતારો આ ઘટના માંથી પસાર થાય છે. સૂર્ય પણ એક સિતારો છે અને તેની જીવનયાત્રા પણ લગભગ દાસ બિલિયન વર્ષ પછી પુરી થશે તેવું રિસર્ચ કહે છે. જેવી રીતે પૃથ્વી અને અન્ય ગ્રહો સૂર્ય ની ગરમી ના કારણે પોતાનું તાપમાન જાળવી શકે છે પરંતુ તેમાં થતા ફેરફાર ના કારણે પૃથ્વી ઉપરનું જીવન જોખમમાં મુકવાની પૂરતી સંભાવના છે.
વિજ્ઞાનીકો સૂર્યની ગેરહાજરીમાં આર્ટિફિશિયલ ઉપકરણો સાથે કેવીરીતે જીવનને ટકાવી રાખવું તેના ઉપર રિસર્ચ કરી રહ્યા છે, આ પ્રોજેક્ટ અંતર્ગત એક ટિમ અને તેના અત્યાધુનિક ઉપકરણો આગામી વર્ષો માં અન્ય ગ્રહ ઉપર અથવા તો પૃથી ઉપર સૂર્ય અને અન્ય પરિબળો વિના કેવીરીતે જીવન ટકાવી રાખવું તે હેતુ સાથે રિસર્ચ કરી રહ્યું છે. આશા રાખીયે કે આ રિસર્ચ ધારેલા પરિણામ મેળવી અને આવનારા સમય માં માનવજીવન ને ટકાવી રાખવાના સપના ને સત્ય પુરવાર કરે.
પરંતુ એટલું તો શક્ય જ છે કે આવનારા દાસ બિલિયન વર્ષો પછી સૂર્ય ને આર્ક અર્પણ કરી અને સૂર્યનમસ્કાર કરવા માટે સૂર્ય નો ફોટો કે વિડીયો વાપરવો પડે.