અમરેલી : સૌરાષ્ટ્રના અમરેલીના જાફરાબાદમાં પાંચ વર્ષનું બાળક સિંહણનો શિકાર બન્યો હતું. નવી જીકાદ્રીમાં વાડીમાંથી સિંહણ બાળકને ઉઠાવી ગઈ હતી. સિંહણે ખેતમજૂરી કરતાં પરિવારના બાળકનો શિકાર કર્યો હતો.
સૌરાષ્ટ્રના અમરેલીના જાફરાબાદમાં પાંચ વર્ષનું બાળક સિંહણનો શિકાર બન્યો હતું. નવી જીકાદ્રીમાં વાડીમાંથી સિંહણ બાળકને ઉઠાવી ગઈ હતી. સિંહણે ખેતમજૂરી કરતાં પરિવારના બાળકનો શિકાર કર્યો હતો. સ્થાનિકો અને વનવિભાગે શોધખોળ કરતાં બાળકના અવશેષો મળ્યા હતા. આમ કહેવાય છે કે ગરીબનું નસીબ પણ ગરીબ હોય છે તે વાત અહીં પુરવાર થઈ હતી. ગરીબ શ્રમિક પરિવાર જ સિંહણના આક્રમણનો ભોગ બન્યો હતો.
વન્ય પ્રાણીની ગ્રામીણ વિસ્તારમાં અવરજવરના લીધે ગ્રામજનોમાં આક્રોશ છે. તેમા પણ બાળકને આ રીતે સિંહણ ઉઠાવી જતાં લોકોમાં વન્ય પ્રાણીઓ સામે આક્રોશ છે. વનવિભાગ અને કુટુંબે બાળકના અવશેષો હોસ્પિટલમાં ખસેડ્યા છે. વનવિભાગે બાળકને ઉઠાવી જનારી સિંહણને પકડવાની કામગીરી હાથ ધરી છે. ગામના સરપંચ લાલભાઈ બોરીયા પણ વન્ય પ્રાણીઓનો ત્રાસ ટાળવા માટે પગલાં લેવા વનવિભાગ સમક્ષ વારંવાર રજૂઆત કરી ચૂક્યા છે. આમ છતાં વનવિભાગે આ દિશામાં હજી સુધી કોઈ નક્કર પગલાં લીધા નથી. પોલીસ જે રીતે હત્યા થાય પછી તપાસ આદરે છે તેમ વનવિભાગ પણ દુર્ઘટના બની જાય પછી જ જાગે છે.
અમરેલીમાં આમ પણ વન્યપ્રાણીઓ ઘણી વખત રહેણાક વિસ્તારોમાં આંટા મારતો જોવા મળ્યા છે. તે અગાઉ ખેતમજૂરો પર હુમલા કરી ચૂક્યા છે. ઘણા ખેતમજૂરો વન્ય પ્રાણીઓના હુમલામાં ઇજા પામ્યા છે. ખેત માલિકો પણ આ અંગે સરપંચ કક્ષાએ અને સરપંચ પણ વનવિભાગ સમક્ષ આ દિશામાં રજૂઆત કરી ચૂક્યા છે. પણ હજી સુધી આ દિશામાં કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી.