અમદાવાદમાં કાલુપુર બી.આર.ટી.એસ બસમાં આગ લાગી હતી. ભરચક વિસ્તારમાં બીઆરટીએસ બસ અચાનક સળગી ઉઠી હતી. બીઆરટીએસમાં આગ લાગવાનું કારણ અકબંધ છે. આગ લાગતા લોકોમાં ભયનો માહોલ સર્જાઈ ગયો હતો.
અમદાવાદમાં કાલુપુર બી.આર.ટી.એસ બસમાં આગ લાગી છે. ભરચક વિસ્તારમાં બીઆરટીએસ બસ અચાનક સળગી ઉઠી હતી. બીઆરટીએસમાં આગ લાગવાનું કારણ અકબંધ છે. આગ લાગતા લોકોમાં ભયનો માહોલ સર્જાઈ ગયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પણ જો આવું ચાલતી બસે થયું હોત તો કેવી ઘટના બની હોત તે વિચાર જ કંપારી ધ્રુજાવી નાખે તેવો છે. આ પહેલા અમદાવાદના મેમનગર વિસ્તારમાં બી.આર.ટી.એસ બસમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, બીઆરટીએસમાં અચાનક આગ લાગવવાથી ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ અંગે ફાઇટર વિભાગને જાણ કરવામાં આવી હતી, પોલીસ અને ફાયર ટીમ ઘટનાસ્થળે પહોચી છે. હાલ બસમાં આગ કઇ રીતે લાગી તે જાણી શકાયું નથી.
હાલ આગ પર કાબુ મેળવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, કોઇ જાનહાનિના સમાચાર નથી. બીઆરટીએસમાં અગાઉ આગ લાગવાનો બનાવ બન્યો ત્યારે તેની પાછળ કોર્પોરેશન દ્વારા બસોનું યોગ્ય રીતે મેઇન્ટેનન્સ રખાતું ન હોવાનું માનવામાં આવે છે. આના ઉપરાંત અન્ય મહત્વના કારણમાં બસનું મેઇન્ટેનન્સ મોંઘુ પડતું હોવાના લીધે તેના સ્પેરપાર્ટસ પછી ઓરિજિનલના બદલે ડુપ્લિકેટ નાખવામાં આવે છે. તેના કારણે પણ પછી બસ અપેક્ષા મુજબની કામગીરી કરતી નથી. તેના લીધે આ પ્રકારના બનાવો પણ વધતા જાય છે. અમદાવાદ મેમનગર બીઆરટીએસ બસમાં આગ લાગી તે ઘટના પરથી મ્યુનિ.એ કોઈ બોધપાઠ લીધો લાગતો નથી. કોઈ મોટી દુર્ઘટના બને પછી જ જાગવાનો જાણે તંત્રનો નિયમ બની ગયો છે. આ બનાવમાં પણ જો મ્યુનિ. યોગ્ય કાર્યવાહી નહીં કરે તો સમજી લો કે બીઆરટીએસની બસને લઈને ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના રાહ જાેઈને જ બેઠી છે. રાંડ્યા પછીનું ડહાપણ કરવું તેના કરતાં અત્યારે જ જાગી જવાનો સમય છે. હવે જો સામાન્ય લોકોના મોતની તેમને કોઈ ચિંતા ન હોય તો પછી તે તંત્રને લોકો ગાંઠે તેવી આશા ન રખાય.