ગુજરાત: વિશ્વની અગ્રણી મેડિકલ ડીવાઇઝ કંપની મેરિલે તેના ‘ટ્રીટમેન્ટ જરૂરી હૈ’ (ટીઝેડએચ) કેમ્પેઇનનો બીજો તબક્કો લૉન્ચ કર્યો છે, જેમાં ખ્યાતનામ ક્રિકેટર એમએસ ધોનીનો એઆઈની મદદથી તૈયાર કરવામાં આવેલો પર્સનલાઇઝ્ડ વીડિયો મેસેજ રજૂ કરવામાં આવ્યો છે. આ નવા અભિગમનો ઉદ્દેશ્ય દર્દીઓને સમયસર તબીબી સારવાર લેવા માટે સક્ષમ બનાવવાનો તથા વિવિધ સારવાર સાથે સંકળાયેલા ભયને દૂર કરવાનો છે. એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને મેરિલ હેલ્થકૅર કમ્યુનિકેશનને વધુ પર્સનલાઇઝ બનાવી રહી છે અને અત્યાધુનિક તબીબી સારવારના મહત્વ પર પ્રકાશ પાડીને દર્દીઓને તેમની સુખાકારી માટે સક્રિય પગલાં લેવાની વિનંતી કરી રહી છે.
આ કેમ્પેઇન હૃદયની બીમારી, જોઇન્ટ રીપ્લેસમેન્ટ, બેરિયાટ્રિક સર્જરી વગેરે સહિતની વિવિધ બીમારીઓ અને સારવાર પર કેન્દ્રીત છે. તેમાં એ વાતને મહત્ત્વ આપવામાં આવ્યું છે કે, જો સ્વાસ્થ્યને લગતી તકલીફોનો બરાબર ઈલાજ કરવામાં ના આવે તો, તે ફક્ત દર્દીઓ સાથે પરિજનોને પણ અસર થાય છે. એમએસ ધોનીને સામેલ કરનારા પર્સનલાઇઝ્ડ વીડિયોનો ઉદ્દેશ્ય દર્દીઓને તેમની આશંકાઓનું સમાધાન મેળવવા તથા અત્યાધુનિક તબીબી સારવારની અસરકારકતા અને સલામતી પર વિશ્વાસ મૂકવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
એઆઈ ટેકનોલોજીની મદદથી વ્યક્તિગત સારવાર
ટીઝેડએચ કેમ્પેઇનના નવા તબક્કામાં કસ્ટમાઇઝ મેસેજ પહોંચાડવા માટે એઆઈ ટેકનોલોજીને સામેલ કરવામાં આવી છે, જેનાથી પ્રત્યેક દર્દીને એમએસ ધોનીએ સીધા તેમને સંબોધ્યાં એવી અનુભૂતિ થાય છે. પર્સનલાઇઝેશનનું આ લેવલ વધુ આકર્ષક અને પ્રભાવશાળી જોડાણ બનાવે છે, જે દર્દીઓને જરૂરી તબીબી સારવાર લેવા માટે પ્રેરિત કરવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ગણાતી ખાતરી આપે છે. આરોગ્યની વિવિધ સમસ્યાઓને અનુલક્ષીને એઆઈની મદદથી તૈયાર કરવામાં આવેલા આ વીડિયો એ વાતની ખાતરી કરે છે કે, દર્દીઓને પહોંચાડવામાં આવેલો પ્રત્યેક સંદેશ તેમની ચિંતાઓ અને જરૂરિયાતોનું સમાધાન આપે.
આ કેમ્પેઇનમાં આપવામાં આવેલા સંદેશા ફક્ત દર્દીઓ પૂરતા મર્યાદિત નથી, તેમાં એ બાબત પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે કે, જો તબીબી સમસ્યાઓની સારવાર કરવામાં ન આવે તો તેમના પ્રિયજનો પર તેની શું અસર થાય છે. ‘આપકી તકલીફ સિર્ફ આપકી નહીં હોતી, ઇસ લિયે ટ્રીટમેન્ટ જરૂરી હૈ’ (તમારી પીડા ફક્ત તમારી નથી હોતી આથી સારવાર જરૂરી છે) ટૅગલાઇન દ્વારા આ કેમ્પેઇનમાં દર્દીઓની કાળજી લેનારા લોકો અને દર્દીની પીડા જોઇને પોતે પણ પીડાતા તેમના પરિવારજનોની ભાવનાત્મક વાસ્તવિકતાને રજૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, મેરિલ સમયસર સારવારની હિમાયત કરવા માટે સમગ્ર દેશના ડૉક્ટરો અને હોસ્પિટલોની સાથે સહભાગીદારી કરી રહી છે. હેલ્થકૅર પ્રોફેશનલોની સાથે સહભાગીદારી કરવા પાછળનો મેરિલનો ઉદ્દેશ્ય અત્યાધુનિક સારવારના વિકલ્પો અને વહેલીતકે સારવાર લેવાના ફાયદા અંગે જાગૃતિ પેદા કરવાનો છે, જે દર્દીની સારવારના પરિણામોને અને તેમના જીવનની ગુણવત્તાને સુધારી શકે છે. આ સંદેશને દર્શકોની સાથે ઘનિષ્ઠતાપૂર્વક જોડાવા માટે તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં તેમને તેમના પરિવારની સુખાકારી માટે અત્યાધુનિક સારવારનો લાભ લેવાની વિનંતી કરવામાં આવી છે.
મેરિલના ચીફ માર્કેટિંગ ઑફિસર શ્રી મનિષ દેશમુખે જણાવ્યું હતું કે, ‘મેરિલમાં અમારું લક્ષ્ય હંમેશાથી અત્યાધુનિક તબીબી ઉકેલો પૂરાં પાડીને વિશ્વને વધુને વધુ તંદુરસ્ત બનાવવાનું રહ્યું છે. ‘ટ્રીટમેન્ટ જરૂરી હૈ’ કેમ્પેઇન દ્વારા અમારો ઉદ્દેશ્ય સમગ્ર દેશના દર્દીઓને આશા અને હિંમતનો સંદેશ પૂરો પાડવાનો છે. એઆઈ ટેકનોલોજીનો લાભ લઇને અને એમએસ ધોની સાથે સહભાગીદારી કરીને અમે અમારા આ સંદેશને વધુ વ્યક્તિગત અને પ્રભાવશાળી બનાવવા માંગીએ છીએ, જેથી કરીને લોકો તેમના સ્વાસ્થ્યને વધુ ગંભીરતાથી લેતા થાય.’
મનિષ દેશમુખે વધુમાં ઉમેર્યું હતું કે, ‘એમએસ ધોનીને આ કેમ્પેઇનમાં સામેલ કરવાથી તેમણે આ કેમ્પેઇનને એક પરિચિત અને વિશ્વસનીય અવાજ આપ્યો છે, જે આ સંદેશને વિવિધ પ્રકારના લોકોની સાથે વધુ સુસંગત બનાવે છે. અડગતા અને વિશ્વસનીયતા માટેની ધોનીની પ્રતિષ્ઠા સારવારના વિકલ્પોને ધ્યાનમાં લેતી વખતે મેરિલ દર્દીઓમાં જે વિશ્વાસની ભાવનાને પ્રત્યારોપિત કરવા માંગે છે, તેનું જ પ્રતિબિંબ છે.’
હેલ્થકૅર કમ્યુનિકેશનના મામલે એક સર્વગ્રાહી અભિગમ
આ કેમ્પેઇનમાં આપવામાં આવેલો સંદેશો ફક્ત તબીબી સલાહ પૂરતો મર્યાદિત નથી, તેમાં તબીબી સમસ્યાની જો સારવાર કરવામાં ન આવે તો દર્દીઓ અને તેમના પરિવારજનો બંને પર પડતા ભાવનાત્મક પ્રભાવ પર ધ્યાન આપવામાં આવ્યું છે. TAVI જેવી હૃદયની બીમારી અને જોઇન્ટ રીપ્લેસમેન્ટથી માંડીને હર્નિયાની સારવાર સુધી આ કેમ્પેઇનનો ઉદ્દેશ્ય ખોટી માન્યતાઓનો છેદ ઉડાવવાનો, ભયને દૂર કરવાનો અને સારવારના અત્યાધુનિક વિકલ્પોમાં વિશ્વાસ રાખવાને પ્રોત્સાહન આપવાનો છે. એઆઈની મદદથી આ સંદેશાને એ પ્રકારે તૈયાર કરવામાં આવ્યાં છે કે તે દર્દીઓને સારી રીતે સમજાય તથા તેમને સક્રિય પગલાં લેવા અને તેમના ડૉક્ટરોની સલાહ લેવા માટે પ્રેરિત કરે.