એકતરફી પ્રેમમાં પાગલ બન્યો યુવક, પરિણીતાને પામવા વટાવી તમામ હદો, પછી કર્યો એવો કાંડ કે…

Rudra
By Rudra 1 Min Read

વડોદરા : સયાજીગંજ વિસ્તારના એક કોમ્પ્લેક્સમાં રહેતી પરિણીતાની પાછળ એકતરફી પ્રેમમાં પડેલા સેન્ડવીચની દુકાનના કારીગરને સમજાવવા છતાં નહિ માનતા આખરે પરિણીતાએ તેના પતિની મદદ લઇ પાઠ ભણાવ્યો હતો. સયાજીગંજ વિસ્તારના કોમ્પ્લેક્સમાં સેન્ડવીચની દુકાનમાં કામ કરતો કારીગર કોમ્પ્લેક્સમાં રહેતી પરિણીતાની પાછળ છેલ્લા છ મહિનાથી પડયો હતો. પરિણીતા સાથે વાત કરવાની કે તેની સામે આવવાની કોઇ તક ચૂકતો નહતો. પરિણીતાએ તેના પતિને જાણ કરતાં પતિએ યુવકને સમજાવ્યો હતો. પરંતુ થોડા સમય બાદ ફરીથી તેની હરકતો શરૂ થઇ ગઇ હતી.

રોમિયોગિરી કરતા કારીગરે પરિણીતાના પતિએ સેન્ડવીચ ખરીદી આપેલી રૂ. 100 ની નોટ પણ ભાભીની યાદગીરી તરીકે મોબાઇલના કવર પાછળ સાચવી રાખી હતી. આજે તો કારીગરે હદ વટાવી હતી અને પરિણીતાની સાથે જ લિફ્ટમાં ગોઠવાઇ ગયો હતો. તેણે ગુલાબનું ફૂલ આપતાં પરિણીતાએ સ્પષ્ટ ઇનકાર કર્યો હતો અને ફૂલ ફેંકી દીધું હતું. જેથી યુવકે જબરદસ્તી કરવા માંડી હતી. આખરે પરિણીતાએ પતિની મદદ લઇ અભયમને જાણ કરતાં રોમિયોને આ એક ખૂબ ગંભીર ગુનો બને છે અને જેલના સળિયા પાછળ જવું પડશે તેમ કહીને સમજાવતાં તેણે માફી માંગી હતી.

Share This Article