અમદાવાદ: ઇન્ડિયન સોસાયટી ઑફ હાર્ટ ઍન્ડ લંગ ટ્રાન્સપ્લાન્ટેશન (INSHLT) ની 5મી વાર્ષિક કોન્ફરન્સ, સોસાયટી ફોર હાર્ટ ફેલ્યોર એન્ડ ટ્રાન્સપ્લાન્ટેશન (SHFT) ના સહયોગથી 18-20 ઑક્ટોબર 2024 દરમિયાન, અમદાવાદમાં ક્લબ બેબીલોન અને શેરેટોન કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત કરવામાં આવી છે. હાર્ટ અને લંગ ટ્રાન્સપ્લાન્ટેશન વિષય પર ભારતની આ સૌથી મોટી કોન્ફરન્સ છે, અને આ ઇવેન્ટમાં વિશ્વભરના ટોચના સર્જનો અને નિષ્ણાતો આ રોગમાં નવીનતમ પ્રગતિની ચર્ચા કરવા, તેના મુખ્ય પડકારોનો ઉકેલ મેળવવા અને ટ્રાન્સપ્લાન્ટ મેડિસિનના ભાવિ અંગે ચર્ચા કરવા માટે એકત્રિત થશે.
આ કોન્ફરન્સમાં હૃદય અને ફેફસાના પ્રત્યારોપણના આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો, જેમ કે, યુએસએ, કેનેડા, બેલ્જિયમ, યુકે, જાપાન અને અન્ય ઘણા દેશોના અગ્રણી સર્જનો હાજરી આપશે. આ કોન્ફરન્સની થીમ #LearnFromPioneers છે, અને અહી ઉપસ્થિત રહેનારા તબીબો હૃદય અને ફેફસાના પ્રત્યારોપણની દવાના ક્ષેત્રમાં ક્રાંતિ લાવનાર ટ્રેલબ્લેઝર્સ પાસેથી આંતરદૃષ્ટિ મેળવવાની અનન્ય તક છે. આ એજન્ડામાં ભારતમાં હૃદય અને ફેફસાના પ્રત્યારોપણને આગળ વધારવા પર વ્યૂહાત્મક ધ્યાન આપવામાં આવશે અને તે અંગેના વ્યાખ્યાનો, પેનલ ચર્ચાઓ અને કેસ સ્ટડીનો પણ સમાવેશ થાય છે. આ કોન્ફરન્સમાં મુખ્ય ચર્ચાઓ આવા અંગોના ઓછા દાતાઓ, ટ્રાન્સપ્લાન્ટ કરવા ઇચ્છતા દર્દીઓની રાહ જોવાની લાંબી અવધિ અને ટ્રાન્સપ્લાન્ટ પછીની આરોગ્ય સંભાળ જેવા જટિલ પડકારો અંગે ઉકેલો મેળવવા માટે ચર્ચા કરવામાં આવશે, અને ટ્રાન્સપ્લાન્ટના સફળ પરિણામો મળે તેવી અદ્યતન તકનીકોની શોધ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. આ વાર્તાલાપ ભવિષ્ય માટે એક માર્ગ નક્કી કરશે, જે દેશભરમાં ટ્રાન્સપ્લાન્ટ કાર્યક્રમોની સતત વૃદ્ધિ અને સફળતા માટેનો આધાર બનશે.
આ કોન્ફરન્સનું અન્ય મહત્વનું પાસું ઓર્ગન ડોનેશન અવેરનેસ (અંગદાન અંગે જાગૃતિ) રહેશે. રવિવાર, 20 ઓક્ટોબર, 2024 ના રોજ એક સમર્પિત મીટિંગનું આયોજન કરવામાં આવશે, જેમાં સરકારી અધિકારીઓ, મેડિકલ કોલેજો અને CHC ના પ્રતિનિધિઓ સમગ્ર ગુજરાતમાં અંગ દાનના દરમાં સુધારો કરવા માટેની વ્યૂહરચનાઓની ચર્ચા કરશે. આ મિટિંગ અંગદાનની પહેલ દ્વારા વધુ દર્દીઓના જીવન બચાવવા માટે તબીબી સમુદાય અને સરકાર વચ્ચે વધુ સહયોગની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂકે છે.
આ કોન્ફરન્સના મુખ્ય સત્રોમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન અને લંગ ટ્રાન્સપ્લાન્ટેશન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તેમાં આ બીમારી અંગેના રસપ્રદ કિસ્સાઓ પર ચર્ચાઓ અને અનુભવ જણાવવા માટે સમર્પિત સત્રોનું આયોજન થશે. ‘નિષ્ણાતો સાથે મુલાકાત’ જેવા સત્રમાં હૃદય અને ફેફસાના પ્રત્યારોપણના દિગ્ગજો સાથે વિશિષ્ટ ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત, સૌથી આશાસ્પદ સત્રો પૈકી એક ફાઉન્ડેશન ટ્રૅક હશે, જે નવા લોકો માટે તૈયાર કરવામાં આવેલ એક સત્ર છે, જેમાં ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામની શરૂઆત અને માનવ સંસાધન માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા વિષયો શામેલ કરવામાં આવશે અને તેમાં ટ્રાન્સપ્લાન્ટેશનની મૂળભૂત બાબતો; દાતા ઓપ્ટિમાઇઝેશન; ઓર્ગન હાર્વેસ્ટિંગ ટેકનીક (વિડીયો સત્ર); અને ટ્રાન્સપ્લાન્ટેશન પ્રોગ્રામમાં આવતા પડકારોની ચર્ચા થશે.
INSHLT 2024 અમદાવાદના ઓર્ગેનાઈઝિંગ ચેરમેન ડૉ. મિલન ચાગ, આ ઈવેન્ટની સહભાગિતાની ભાવનાની પ્રશંસા કરતાં કહે છે કે, “અમારો ધ્યેય ટ્રાન્સપ્લાન્ટ મેડિસિનમાં વૈશ્વિક નિષ્ણાતોને એક સ્થાને ભેગા કરવાનો છે. INSHLT 2024 માં દરેકના વિચારો અને નવીનતાઓનું આદાન-પ્રદાન કરવામાં આવશે અને તેના લીધે જ્ઞાનમાં અવિશ્વસનીય રીતે વધારો થશે, દર્દીની સંભાળમાં વધારો થશે અને ભારતમાં હેલ્થકેર મિશનને આગળ વધારવાના અમારા મિશનને વધુ લાભ થશે અને અમે એવું માનીએ છીએ કે આ સહયોગ કાર્ડિયાક અને પલ્મોનરી ટ્રાન્સપ્લાન્ટેશનના ભવિષ્યને એક નવા સ્તરે લઈ જશે.”
INSHLT 2024 ના ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી, ડૉ. ધીરેન શાહ, આ ઈવેન્ટ માટે ખૂબ જ ઉત્સાહિત છે. તેમણે જણાવ્યુ હતું કે, “નેપાળ, દક્ષિણ કોરિયા, બાંગ્લાદેશ વગેરેના 400 થી વધુ પ્રતિનિધિઓ આ ઇવેન્ટમાં ભાગ લેશે, અને આ ઇવેન્ટ હૃદય અને ફેફસાના પ્રત્યારોપણમાં અદ્યતન જ્ઞાનની આપલે માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. તે ભારતની આરોગ્ય સંભાળમાં વિશેષતાના વધતા જતા મહત્વને દર્શાવે છે. ટ્રાન્સપ્લાન્ટેશનમાં ટોચના નિષ્ણાતોને એક સ્થાને એકત્રિત કરીને અમે નવીનતા લાવી રહ્યા છીએ જે દેશભરમાં દર્દીની સંભાળ અને પરિણામોમાં સુધારો કરશે.
મૈરિંગો CIMS હોસ્પિટલના ફેફસાં ટ્રાન્સપ્લાન્ટેશન અને મિનિમલી ઇન્વેસિવ લંગ ટ્રાન્સપ્લાન્ટેશનના ગ્રૂપ ડાયરેક્ટર, ડો. જ્ઞાનેશ ઠાકરે કહ્યું કે, “મિનિમલી ઇન્વેસિવ લંગ ટ્રાન્સપ્લાન્ટેશનમાં આધુનિક પ્રગતિ એ આ બીમારીના જટિલ કેસોની સારવાર કરવામાં એક ક્રાંતિ છે, જે દર્દીઓને ઝડપી રિકવરી, ઓછી પીડા, ન્યૂનતમ અથવા કોઈપણ બ્લડ ટ્રાન્સ્ફ્યૂઝન વિના વધુ સારા પરિણામો આપે છે. INSHLT 2024 માં, અમારું લક્ષ્ય આ નવીનતમ ટેક્નોલૉજીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફેફસા પ્રત્યારોપણ સમુદાય સાથે શેર કરવા માટેનું છે, અમે અમારા દેશમાં ફેફસાના પ્રત્યારોપણના દર્દીઓની સારી અને યોગ્ય સંભાળ રાખવા માટે સમુદાય સાથે સહયોગની આશા રાખીએ છીએ.
મૈરિંગો એશિયા હોસ્પિટલ્સના સ્થાપક સભ્ય, મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રૂપ સીઈઓ, ડો. રાજીવ સિંઘલ કહે છે કે, “મૈરિંગો એશિયા હોસ્પિટલ્સમાં, અમે વિશ્વ-સ્તરની તબીબી કુશળતા અને નવીનતા દ્વારા ભારતમાં અંગ પ્રત્યારોપણ ક્ષેત્રમાં પ્રગરી માટે પ્રતિબદ્ધ છીએ. INSHLT 2024 સાથે સભાગિતા એ હૃદય અને ફેફસાના પ્રત્યારોપણમાં અદ્યતન એડવાન્સમેન્ટને આગળ વધારવાના અમારા મિશનનો એક ભાગ છે. આ કોન્ફરન્સ માત્ર દર્દીની સંભાળમાં જ વધારો કરશે નહીં પરંતુ ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાતોની આગામી પેઢીને જીવન-બચાવવાની પ્રક્રિયામાં વધુ સુધારા લાવવા માટે પણ પ્રેરિત કરશે.
મૈરિંગો CIMS હોસ્પિટલ તેના અત્યંત પ્રતિષ્ઠિત હાર્ટ અને લંગ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ સાથે, ભારતમાં ટ્રાન્સપ્લાન્ટ-સંબંધિત હેલ્થકેરને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે અને તે આ કોન્ક્લેવ માટે મુખ્ય સમર્થક છે. આ કોન્ફરન્સમાં મૈરિંગો CIMS હોસ્પિટલનું યોગદાન, દર્દીઓ અને તબીબી સમુદાય બંને માટે લાભદાયક છે અને નવીનતા લઈ આવવા માટેના મૈરિંગો CIMS હોસ્પિટલના સમર્પણને દર્શાવે છે. ટ્રાન્સપ્લાન્ટેશન અંગે આ સૌથી મોટી અને સૌથી સફળ કોન્ફરન્સ પૈકી એક, 5 મી વાર્ષિક INSHLT એ નવા સંશોધનો, તકનીકો અને ક્લિનિકલ એડવાન્સમેન્ટ્સને રજૂ કરશે જે ભારતમાં આગામી દાયકામાં ટ્રાન્સપ્લાન્ટ દવાના ભવિષ્યનું નિર્માણ કરશે.
ઇન્ડિયન સોસાયટી ફોર હાર્ટ એન્ડ લંગ ટ્રાન્સપ્લાન્ટેશન (INSHLT) એ ભૂતકાળમાં હૃદય અને ફેફસાં ટ્રાન્સપ્લાન્ટની રજિસ્ટ્રી વિકસાવી છે જે ટ્રાન્સપ્લાન્ટની સંખ્યા પર રાષ્ટ્રીય ડેટાબેઝ છે અને ટૂંક સમયમાં ટ્રાન્સપ્લાન્ટ પછીના પરિણામોના ડેટાને પણ તેમાં સામેલ કરવામાં આવશે. આ પહેલ હૃદય અને ફેફસાંના ટ્રાન્સપ્લાન્ટ માટેની રજિસ્ટ્રી યુરોપિયન શૈલી મુજબ વિકસાવવામાં આવી છે, જેમાં હૃદય અને ફેફસાના તમામ પ્રત્યારોપણ કેન્દ્રોનો પણ સમાવેશ થાય છે.
મૈરિંગો CIMS હોસ્પિટલ વિશે:
મૈરિંગો CIMS હોસ્પિટલ એ મૈરિંગો એશિયા હોસ્પિટલ્સ ચેઈનનો એક ભાગ છે અને આજે ભારતના પશ્ચિમી ક્ષેત્રમાં અંગ પ્રત્યારોપણ માટે દર્દીઓની પસંદગીનું સ્થળ છે. આ હોસ્પિટલે અત્યાર સુધીમાં 40 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે અને આ સિદ્ધિ હાંસલ કરનાર તે દેશમાં બીજા સ્થાને છે. આ હોસ્પિટલ પ્રથમ હૃદય પ્રત્યારોપણ અને ફેફસાના પ્રત્યારોપણ અને ગુજરાત રાજ્યમાં સૌથી વધુ સંખ્યામાં એન્જીયોપ્લાસ્ટી કરવા માટે પ્રખ્યાત છે. 480 બેડ સાથે તે એક મલ્ટી-સુપર સ્પેશિયાલિટી, આધુનિક, “ગ્રીન હોસ્પિટલ”, જે ESG માર્ગદર્શિકા માટે પ્રતિબદ્ધ, આ હોસ્પિટલ દર્દીઓ, આઉટપેશન્ટ અને ઇનપેશન્ટ માટે, ડાયગ્નોસ્ટિક, અને ભારતમાં ઉચ્ચ સફળતા દર સાથે તમામ રોગો અને તબીબી સમસ્યાઓ માટે વિશ્વ-સ્તરની આરોગ્યસંભાળ સેવાઓ માટે તમામ સુપર-સ્પેશિયાલિટીઓમાં ઉચ્ચ સ્તરીય સારવાર ઉકેલોની વિશાળ શ્રેણી પ્રદાન કરે છે. વૈશ્વિક આરોગ્યસંભાળના સર્વોચ્ચ ધોરણો માટે પ્રતિષ્ઠિત, મૈરિંગો CIMS હોસ્પિટલ સમગ્ર ભારતમાં ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ અને દર્દીની સલામતી પૂરી પાડવા માટે JCI – જોઈન્ટ કમિશન ઈન્ટરનેશનલ (USA), NABH અને NABL દ્વારા ત્રણ વખત માન્યતા પ્રાપ્ત છે. મૈરિંગો એશિયા હોસ્પિટલ્સ એ મૈરિંગો એશિયા ફાઉન્ડેશન હેઠળ કેન્સરગ્રસ્ત દર્દીઓ માટે કામ કરે છે. અને વધુમાં વધુ લોકોના જીવન બચાવવા માટે વહેલી તકે નિદાન કરવા અને પ્રારંભિક સારવાર