સુરત : અમરોલીમાં રહેતા 45 વર્ષીય યુવકે પોતાના બંને હાથની નસો કાપીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. કલ્પેશ ભટ્ટ નામના યુવકે અગમ્ય કારણોસર આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બંને હાથની નસો કપાઈ જતાં પરિવારજનો ભયભીત થઈ ગયા હતા, જેથી તેઓએ તાત્કાલિક અમરોલી પોલીસને જાણ કરી હતી.
અમરોલીમાં રહેતા 45 વર્ષીય યુવકે પોતાના બંને હાથની નસો કાપીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. કલ્પેશ ભટ્ટ નામના યુવકે અગમ્ય કારણોસર આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બંને હાથની નસો કપાઈ જતાં પરિવારજનો ભયભીત થઈ ગયા હતા, જેથી તેઓએ તાત્કાલિક અમરોલી પોલીસને જાણ કરી હતી. અમરોલી પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સૌથી મોટી સમસ્યા એ હતી કે 45 વર્ષના કલ્પેશ ભટ્ટનું વજન લગભગ 180 કિલો હતું. બીજું, ચોથા માળે બનેલી આ બિલ્ડીંગમાં કલ્પેશ ભટ્ટને નીચે ઉતરવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી. જેથી પોલીસે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડે યુવકને મજબૂત કપડાથી બાંધીને નીચે ઉતાર્યો હતો. યુવાનને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, એવું માનવામાં આવે છે કે યુવકે દેવું હોવાથી આ પગલું ભર્યું હતું. આ યુવાનને ચોથા માળેથી નીચે લાવવા માટે અગિયાર ફાયરમેનોએ ભારે જહેમત ઉઠાવી હતી.