કચ્છ : ગુજરાતના કચ્છમાંથી એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક પરિણીત મહિલા એક પુરુષના પ્રેમમાં પડી ગઈ હતી.
ગુજરાતના કચ્છમાંથી એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક પરિણીત મહિલા એક પુરુષના પ્રેમમાં પડી ગઈ હતી. બંને સાથે રહેવા માંગતા હતા પરંતુ આ શક્ય ન હતું. આ પછી મહિલાએ તેના પ્રેમી સાથે મળીને ષડયંત્ર રચ્યું, જેની ચર્ચા દૂર દૂર સુધી થઈ રહી છે. આ મહિલાના પિતાએ તેની ‘મૃત પુત્રી’ને પોલીસને સોંપી દીધી. 27 વર્ષની મહિલા તેના પ્રેમી સાથે રહેવા માંગતી હતી. આવી સ્થિતિમાં તેણે તેના પ્રેમી સાથે મળીને આત્મહત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. રામી કેસરિયા અને અનિલ ગંગલે સાથે રહેવા માટે આત્મહત્યા કરવાની યોજના બનાવી હતી. આ માટે બંને સાથે મળીને એક વૃદ્ધને પોતાની સાથે લઈને ર્નિજન વિસ્તારમાં ગયા હતા. તેઓ સાથે મળીને વૃદ્ધાને ર્નિજન વિસ્તારમાં લઈ ગયા અને તેમની હત્યા કરી. બંનેએ વૃદ્ધાને ઓળખતા પણ ન હતા પરંતુ તેની હત્યા કરીને તેને આગ ચાંપી દીધી હતી. વૃદ્ધના મૃતદેહને આગ લગાડ્યા બાદ રામીએ તેના કપડા કાઢીને નજીકમાં રાખ્યા હતા, જેથી લોકો વિચારે કે તેણે આત્મહત્યા કરી છે. બરાબર એવું જ થયું.
ઘટના બાદ રામી અને અનિલ જિલ્લામાંથી ભાગી ગયા હતા અને પરિવારજનોએ વિચાર્યું કે તેણે આત્મહત્યા કરી લીધી છે. આ વાતની પુષ્ટિ થયા બાદ બંનેએ એક રૂમ ભાડે લીધો અને સાથે રહેવા લાગ્યા પરંતુ બે મહિના પછી રામી તેના પિતા પાસે ગઈ. રામીએ તેના પિતા પાસે જઈને સંપૂર્ણ માહિતી આપી કે તે મૃત નથી પણ જીવિત છે અને જે વ્યક્તિની લાશ ‘રામી’ હોવાનું લોકો માની રહ્યા છે તે કોઈ બીજાની છે. દીકરી પ્રેમની આંધળી દોટમાં કાવતરા સુધી પહોંચી ગઈ છે તે જાણીને પિતા ખૂબ જ દુઃખી થઈ ગયા. પિતાએ આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે રામી અને તેના પ્રેમીની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન બંનેએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. હવે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.