આગામી 48 કલાકમાં પૃથ્વી સાથે સોલર સ્ટોર્મ ટકરાઈ શકે છે તેવી ચેતવણી વૈજ્ઞાનિકોએ આપી છે. વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે સૂર્યમાં એક મોટુ ગાબડુ પડશે, જેને કોરોનલ હોલ તરીકે ઓળખવામાં આવે છે. તેમાંથી મોટા પ્રમાણમાં એનર્જી બહાર નીકળશે.
આ એનર્જીમાં રહેલા કોસ્મિક કિરણો ધરતી સુધી પહોંચી તેવી સંભાવના છે. જેની અસરથી પૃથ્વી પર ટેકનોલોજી બ્લેક આઉટ થઈ શકે છે. જેનો અર્થ એ થયો કે સેટેલાઈટ આધારીત સેવાઓ જેવી કેમ મોબાઈલ સિગ્નલ, કેબલ નેટવર્ક, જીપીએસ નેવિગેશન ઠપ થઈ જશે.ઈન્ટરનેશનલ બિઝનેસ ટાઈમ્સે અમેરિકન સ્પેસ એજન્સી નાસાના હવાલાથી જણાવ્યું છે કે સોલર સ્ટોર્મ પૃથ્વી પર પહોંચશે.
જેની અસર રૂપે ગરમ હવાનુ તોફાન અનુભવાશે. જોકે નેશનલ ઓશન એન્ડ એટમોસ્ફિયર એસોસિએશન નામની સંસ્થાનુ કહેવુ છે કે આ સોલર સ્ટોર્મ જી 1 કેટેગરીનુ છે, મતલબ કે તોફાનની અસર હળવી હશે પણ તેનાથી ટેકનોલોજીકલ સેવાઓને નુકસાન થઈ શકે છે. સામાન્ય રીતે સોલર સ્ટોર્મને પાંચ કેટેગરીમાં વહેંચવામાં આવ્યુ છે.
જેમાં જી 1 થી લઈને જી 5 કેટેગરીનો સમાવેશ થાય છે.આ પૈકી જી 5 કેટેગરીના સ્ટોર્મની તીવ્રતા સૌથી વધારે હોય છે.