નવી દિલ્હી : વિશ્વની અગ્રણી ન્યૂ એનર્જી વ્હીકલ્સ (NEV) ઉત્પાદક કંપની BYDની પેટાકંપની BYD ઇન્ડિયાએ આજે ભારતમાં પ્રથમ 6 અને 7 સીટર ઇલેક્ટ્રિક MPV – BYD eMAX 7 વ્હીકલ લોન્ચ કર્યું છે. જેની ખૂબ જ રાહ જોવામાં આવતી હતી તેવું આ ઇલેક્ટ્રિક મલ્ટીપર્પઝ વ્હીકલ (MPV) પ્રગતિશીલ અને પર્યાવરણ પ્રત્યે સભાનતા સાથે પારિવારિક પરિવહન માટે તૈયાર કરવામાં આવેલું આ ક્રાંતિકારી વાહન ઇનોવેશનની દૃશ્ટીએ દીવાદાંડી સમાન છે. BYD eMAX 7માં અત્યંત સફળ BYD e6ની ખાસિયતો, અદ્યતન વિશેષતાઓ અને પરફોર્ન્સનો સમન્વય છે. નવા લોન્ચ કરવામાં આવેલા મોડલમાં વ્હીકલમાં કરાયેલા નોંધપાત્ર ફેરફારોમાંથી એક છે BYDના ખૂબ પ્રશંસા પામેલા ઇ-પ્લેટફોર્મ 3.0ના 8-ઇન-1 ઇલેક્ટ્રિક પાવરટ્રેનને સામેલ કરવામાં આવ્યું છે અને બેસવા માટેના વિવિધ વિકલ્પોનું એકીકરણ કરવામાં આવ્યું છે. BYD eMAX 7 હવે BYDના એક્સક્લુઝીવ શોરૂમ પર INR 26,90,000ની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમતે ઉપલબ્ધ છે.
BYD eMAX 7 સુપિરીયર અને પ્રીમિયમ એવા બે વેરિઅન્ટમાં ઉપબલ્ધ છે. બંને માટે 6 અને 7 સીટર વિકલ્પો રજૂ કરવામાં આવ્યા છે. સુપિરીયર વેરિઅન્ટમાં 71.8 kWhના બૅટરી પેક આવે છે, જ્યારે પ્રીમિયમ વેરિઅન્ટમાં 55.4 kWh બૅટરી પેક આવે છે, જેની NEDC પરીક્ષણમાં અનુક્રમે 530 કિમી અને 420 કિમીની રેન્જ નોંધવામાં આવી છે. સુપિરીયર વેરિઅન્ટ માત્ર 8.6 સેકન્ડમાં 0-100 કિમી/કલાક સુધીની ઝડપે પહોંચી શકે છે અને પ્રીમિયમ વેરિઅન્ટ માત્ર 10.1 સેકન્ડમાં આ સ્પીડ સુધી પહોંચી જાય છે. આ વ્હીકલમાં 2,800 mmનો વ્હીલબેઝ પણ છે, જેના કારણે MPV સેગમેન્ટમાં શ્રેષ્ઠ વ્હીકલમાં તેની ગણના થાય છે. વાહનની લાંબી-રેન્જ અને લાંબા વ્હીલબેઝના કારણે પરિવારના દરેક સભ્ય ખાતરીપૂર્વક તેમાં આરામદાયક ડ્રાઇવ કરી શકે છે. સંપૂર્ણ માનસિક શાંતિની ખાતરી સાથે કંપની દ્વારા આ કાર અને તેના પાર્ટ્સ પર કોમ્પ્રિહેન્સીવ વૉરંટી પણ આપવામાં આવે છે.
વૉરંટી કન્ટેન્ટ વૉરંટીનો સમયગાળો (જે પણ પહેલા આવે તે મુજબ)
ટ્રેક્શન બૅટરી 8 વર્ષ/160,000 કિલોમીટર
મોટર અને મોટર કંટ્રોલર 8 વર્ષ/150,000 કિલોમીટર
DC-DC એસેમ્બલી, હાઇ વૉલ્ટેજ ઇલેક્ટ્રિકલ કંટ્રોલ એસેમ્બલી, OBC 6 વર્ષ/150,000 કિલોમીટર
વધુ વિગતો માટે, કૃપા કરીને https://bydautoindia.com/ ની મુલાકાત લો.