લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232 B1 દ્વારા રોહિત મહેતા લાયન્સ સપ્તાહ ઉજવણી કરવામાં આવી . લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 B1 કૌશલ્ય શૈક્ષણિક સેતુ અભિયાન અંતર્ગત, રોહિત મહેતા લાયન્સ કવેસ્ટ વીક સેલિબ્રેશનના ભાગરૂપે સાર્વજનિક માધ્યમિક શાળા સરખેજમાં લાયન્સ ક્વેસ્ટ અવેરનેસ રેલી સ્કિટ અને વેલેડિકટરી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 671 થી વધારે વિદ્યાર્થીઓ જોડાયા હતા.
સમગ્ર કાર્યક્રમનું આયોજન લાયન્સ કવેસ્ટના ડિસ્ટ્રિક્ટ ચેર પર્સન લાયન રૂપાબેન શાહ દ્વારા આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું કે, લાયન્સ કવેસ્ટ ઘ્વારા બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી એક ખાસ કોર્સ તૈયાર કરવામાં આવ્યો છે. છેલ્લા 30 વર્ષથી લાયન્સ કવેસ્ટ અંતર્ગત બાળકોમાં સેવા અને સહકારની ભાવના જાગે તે હેતુથી આ કાર્ય કરવામાં આવે છે. આ વર્ષે અત્યાર સુધી 7200 થી વધુ બાળકોએ આ કાર્ય્રક્રમ સાથે જોડાયા છે. લાયન્સ કવેસ્ટમાં અમદાવાદ, મહેસાણા અને પાલનપુરની 38થી વધારે ક્લબ પણ આ કાર્યમાં જોડાઈ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે MP ફાઇનાન્સ સર્વિસના મિહિર પરીખનો ખાસ સહકાર મળ્યો છે.