સુરતમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના, આચાર્યએ જ સગીરા પર બગાડી નજર

Rudra
By Rudra 1 Min Read

સુરત : વડોદરાના ભાયલીમાં ગઈકાલે ગેંગરેપની ઘટના બાદ ફરી સભ્ય સમાજને શર્મસાર કરતી ઘટના સુરતના માંડવીમાં સામે આવી છે. સુરતના માંડવીમાં શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. માંડવીના નરેણ ગામે આવેલી આશ્રમ શાળામાં સગીર બાળકી સાથે અડપલા કર્યાની ઘટના સામે આવી છે. આશ્રમ શાળામાં સગીર બાળકી સાથે આચાર્યએ જ અડપલા કર્યા હોવાનું સામે આવ્યુ છે. નરેણ આશ્રમ શાળા નરાધમ આચાર્ય યોગેશ પટેલે બાળકી સાથે અડપલા કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. બાળકીના પરિવારને ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસ સ્ટેશન જઈ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે નરેણ આશ્રમ શાળાએ પહોંચી તપાસ શરુ કરાઈ હતી. આચાર્ય વિરૂદ્ધ પોક્સો અને એટ્રોસીટી એક્ટની કલમો સાથે ફરિયાદ નોંધવામાં આવી છે.

Share This Article