સુરતમાં સ્કૂલ વાનચાલકે વિદ્યાર્થીની છેડતી કરી છે. સ્કૂલ વાનચાલકે વિદ્યાર્થીની છેડતી કરતાં તેની સામે કેસ નોંધાયો છે. પોલીસે બે સંતાનના પિતા સ્કૂલ વાન ચાલકની ધરપકડ કરી છે. સ્કૂલ વાનચાલક છેલ્લા એક મહિનાથી વિદ્યાર્થીની છેડતી કરતો હતો.
સુરતમાં સ્કૂલ વાનચાલકે વિદ્યાર્થીની છેડતી કરી છે. સ્કૂલ વાનચાલકે વિદ્યાર્થીની છેડતી કરતાં તેની સામે કેસ નોંધાયો છે. પોલીસે બે સંતાનના પિતા સ્કૂલ વાન ચાલકની ધરપકડ કરી છે. સ્કૂલ વાનચાલક છેલ્લા એક મહિનાથી વિદ્યાર્થીની છેડતી કરતો હતો. સ્કૂલ ટીચરને જાણ કરવામાં આવતા મામલો બહાર આવ્યો. વિદ્યાર્થીનીને અડપલા કરી ફોટો પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પોલીસે વાનચાલક વિજય મધુકરની ધરપકડ કરી છે. નવલા નોરતાનો તહેવાર શરૂ થતાં જ ઘણી સ્કૂલોમાં તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય છે. જેને લઈને વિદ્યાર્થીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં તૈયાર થઈને જતા હોય છે. ત્યારે સુરતમાં 3 ઓક્ટોબરે નોરતા શરૂ થતાં સ્કૂલમાં ગરબાનો પ્રોગ્રામ હોવાથી 17 વર્ષની તરુણી ટ્રેડિશનલ ડ્રેસમાં ઘરેથી સવારે સ્કૂલવાનમાં ગઈ હતી. જ્યાં સ્કૂલવાનમાં વાહનચાલકે જ વિદ્યાર્થિનીની છેડતી કરી હતી. વાનના ચાલકે વિદ્યાર્થિનીને અડપલાં કરી ફોટો પાડવા કોશિશ કરી હતી. આ મામલે વિદ્યાર્થિનીએ શિક્ષકને ફરિયાદ કરતા મામલો બહાર આવ્યો હતો. શિક્ષકે સ્કૂલ સંચાલકને આ ઘટના વિશે જાણકારી આપી હતી. સ્કૂલ સંચાલકોએ અડાજણ પોલીસને જાણ કરી હતી અને ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ પોલીસે આરોપી સ્કૂલવાન ચાલક વિજય મધુકર પોસ્તુરેની પોલીસે છેડતી અને પોક્સો એક્ટ હેઠળ ધરપકડ કરી હતી. અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં તાજેતરમાં દુષ્કર્મના બનાવમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. તેમા પણ ચાલુ વર્ષે તો દૈનિક ધોરણે પાંચથી છ કેસ છેડતીથી લઈને દુષ્કર્મના નોંધાયા છે. પોલીસનું કહેવું છે કે આમાના મોટાભાગના કેસ પરપ્રાંતીયોની વસ્તી વધારે છે ત્યાં નોંધાયા છે.