IPLમાં રવિવારે રમાયેલ કિંગ્સ ઇલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ વચ્ચે રમાયેલ મેચમાં પંજાબે રાજસ્થાન રોયલ્સને 6 વિકેટથી હરાવીને પ્લે ઓફમાં પહોચ્યું છે. પંજાબની આ શાનદાર જીતના હિરો લોકેશ રાહુલ અને બોલર મુઝીબ રેહમાન રહ્યાં હતા. મુઝીબે રાજસ્થાનના મુખ્ય ત્રણ બેટ્સમેનની વિકેટ લઇને પંજાબને જીત અપાવવી નિશ્ચિંત કરી લીધી હતી. જ્યારે રાહુલે પોતાના બેટનો દમ બતાવતા 54 બોલમાં 84 રન કરીને પંજાબને જીત અપાવી હતી. આ મેચમાં રાહુલે તેનો જ એક રેકોર્ડ તોડી નાંખ્યો હતો.
54 બોલમાં રાહુલે 7 ચોક્કા અને 3 સિક્સ દ્વારા 84 રન બનાવ્યા હતા, સાથે જ તેમનો જૂનો રેકોર્ડ પણ તોડી નાંખ્યો હતો. આ રેકોર્ડ રાહુલનો આઇ.પી.એલમાં સૌથી સર્વશ્રેષ્ઠ રેકોર્ડ છે. સાથે જ IPLમાં આ પહેલી વાર બન્યુ કે કોઇ ઓપનર બેટ્સમેને 80થી ઉપર રન બનાવ્યા હોય.
રાહુલે 2016માં મુંબઇ ઇન્ડિયન્સની સામે 68 રન બનાવ્યા હતા. પરંતુ રાજસ્થાન રોયલની સામે ધમાકેદાર પર્ફોમન્સ આપીને પોતાના જ રેકોર્ડને રાહુલે કિર્તીમાન બનાવી દીધો છે. આ મેચમાં પંજાબે ટોસ જીતીને બોલિંગ લીધી હતી. કેપ્ટન અશ્વિનનો આ નિર્ણય ટીમ માટે ખૂબ સારો રહ્યો અને બાદમાં બોલર મુઝીબે રાજસ્થાનના મુખ્ય ત્રણ બેટ્સમેનને આઉટ કરીને પંજાબના ખાતામાં જીત નાંખી દીધી હતી.