નવી દિલ્હી: ભારતની અગ્રણી સોલાર બ્રાન્ડ સોલેક્સ એનર્જી લિમિટેડે (NSE:SOLEX) પોતાના વિઝન 2030 વ્યૂહરચનાના ભાગરૂપે INR 8,000 કરોડથી વધુના રોકાણની જાહેરાત કરી છે. આ વ્યૂહાત્મક પહેલ સોલર ટેક્નોલોજી અને સ્કેલિંગ કામગીરીને આગળ વધારવા માટે સોલેક્સની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે જે કંપનીને સંપૂર્ણ સંકલિત સોલર પ્લેયર તરીકે સ્થાન આપે છે.
આ મહત્વાકાંક્ષી યોજનાના ભાગ રૂપે Solexએ 2 ગીગાવોટની પ્રારંભિક ક્ષમતા સાથે નવી સેલ ઉત્પાદન સુવિધાના વિકાસની શોધ કરી રહી છે, જે 5 ગીગાવોટ સુધી સ્કેલ કરવા માટે ડિઝાઈન કરવામાં આવી છે. તેની મોડ્યુલ ઉત્પાદન ક્ષમતા પણ 1.5 GW થી વધારીને 15 GW કરવામાં આવશે. સોલેક્સ આ વૃદ્ધિને ટેકો આપવા માટે કર્મચારીઓની સંખ્યા 25,000થી વધુ વિસ્તારવાનું લક્ષ્ય રાખે છે.
સોલેક્સ એનર્જી લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ચેતન શાહે જણાવ્યું હતું કે, “વિઝન 2030એ સંપૂર્ણ સંકલિત સૌર કંપની બનવાવાનું અમારું મુખ્ય લક્ષ્યાંક છે. લંબચોરસ કોષો દર્શાવતી N-Type TOPcon ટેકનોલોજીની રજૂઆત સાથે સોલેક્સ એનર્જી પોતાની કાર્યક્ષમતા અને વિશ્વસનીયતા માટેના માપદંડ પણ વધારી રહી છે..”
વિઝન 2030નું મુખ્ય ઘટક તાપી-આર સીરિઝનું લોન્ચિંગ છે. જેમાં ક્રાંતિકારી સૌર મોડ્યુલમાં એન-ટાઈપ ટોપકોન ટેક્નોલોજી અને લંબચોરસ સેલ ડિઝાઇનનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે ભારતમાં સૌર ઉર્જા ઉત્પાદન માટે એક નવું ધોરણ સ્થાપિત કરે છે. આ શ્રેણીનું નામ તાપી નદીના નામ પરથી રાખવામાં આવ્યું છે, જે જીવનશક્તિનું પ્રતીક છે અને સોલેક્ષનું મુખ્ય મથક પણ સુરતમાં જ આવેલું છે. તેની લંબચોરસ સેલ ડિઝાઇન માટે “R” નોંધપાત્ર રીતે પાવર કાર્યક્ષમતા અને વિશ્વસનીયતામાં વધારો કરે છે.
તાપી-આર સીરિઝમાં 182.2 x210 મીમીની સેલ સાઈઝ અને 132 હાફ-કટ સેલનો સમાવેશ થાય છે, જે 23.14% મોડ્યુલ કાર્યક્ષમતા સાથે 625 WP સુધીનો પાવર આપે કરે છે. જે ખાસ કરીને રણ અને ઉજ્જડ જમીન જેવા પડકારજનક વાતાવરણમાં મોટા પાયે સૌર પ્રોજેક્ટ માટે અનુકૂળ છે, જેમાંથી લગભગ 80% નો બાયફેસિયલ દર અને -0.28%/°C ના પાવર તાપમાન ગુણાંક થશે. આ સીરિઝમાં વ્યાપક 12 વર્ષની પ્રોડક્ટ વોરંટી અને લઘુત્તમ વાર્ષિક ઘટાડા સાથે 30 વર્ષની પ્રોડક્ટ વોરંટી આપે છે.
શાહે વધુમાં જણાવ્યું હતું કે, “તાપી-આર સીરિઝની શરૂઆત સાથે આવી અદ્યતન ટેક્નોલોજી સાથે મોડ્યુલ ઓફર કરનારા પ્રથમ ભારતીય ઉત્પાદક હોવાનો અમને ગર્વ છે. અમે તાજેતરમાં યુનાઇટેડ કિંગડમ એક્રેડિટેશન સર્વિસ (UKAS) દ્વારા માન્યતા પ્રાપ્ત BSI Kitemark હેઠળ પ્રતિષ્ઠિત MCS 005 પ્રમાણપત્ર સુરક્ષિત કરનાર પ્રથમ ભારતીય PV મોડ્યુલ ઉત્પાદક બન્યા છીએ. આ સિદ્ધિ ગુણવત્તા, વિશ્વાસ અને શ્રેષ્ઠતા પ્રત્યેના અમારા સમર્પણની પુનઃ પુષ્ટિ કરે છે.
તકનીકી પ્રગતિ ઉપરાંત, સોલેક્સ એનર્જી લિમિટેડ 2030 સુધીમાં 500 ગીગાવોટ બિન-અશ્મિભૂત ઇંધણ આધારિત સ્થાપિત વીજ ક્ષમતા હાંસલ કરવાના ભારતના રાષ્ટ્રીય લક્ષ્યને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છે. કંપની તેની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) પહેલ દ્વારા સમુદાયના વિકાસમાં પણ સક્રિયપણે સંકળાયેલી છે.