અમદાવાદમાં શહેર પૂર્વ વિસ્તારમાં આગ દુર્ઘટના બનવા પામી. શહેરના ગીચ વિસ્તાર એવા પાનકોરનાકામાં રમકડાંના ગોડાઉનમાં ભીષણ આગ લાગી. અમદાવાદમાં શહેર પૂર્વ વિસ્તારમાં આગ દુર્ઘટના બનવા પામી. શહેરના ગીચ વિસ્તાર એવા પાનકોરનાકામાં રમકડાંના ગોડાઉનમાં ભીષણ આગ લાગી. પાનકોરનાકા પાસેના પાસેના રમકડાં ગોડાઉન ઉપરાંત બંગડીના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્રણ દરવાજા પાસે આગ દુર્ઘટનાની તાત્કાલિક ફાયર બ્રિગડને જાણ કરવામાં આવી. આ દુર્ઘટના ગતરોજ મોડી રાતે બનવા પામી હતી.
જાણ થતા જ ફાયર ટિમનો કાફલો ઘટનાસ્થળે રવાના થયો હતો. કેવી રીતે આગ લાગી તેનું કારણ હજુ સુધી સામે આવ્યુ નથી. તેમજ આગમાં કોઈ ફસાયા હોવાની અને જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. શહેરમાં પૂર્વ વિસ્તારમાં આવેલ પાનકોરના વધુ ગીચ વિસ્તાર છે. પાનકોરનાકામાં રમકડાંની દુકાનો ઉપરાંત બંગડીનું ગોડાઉન તેમજ ઘર માટે જરૂરી એવી અનેક દુકાનો છે. આ વિસ્તારમાં આખો દિવસ ગ્રાહકોની ભીડ જોવા મળતી હોય છે. ત્યારે હાલમાં નવરાત્રિ તહેવારની તૈયારીઓ થઈ રહી હોવાથી લોકો ખરીદી માટે ઉમટી પડે છે. આવા ગીચ વિસ્તારમાં ગત રોજ મોડી રાત્રે અચાનક રમકડાં અને બંગડીના ગોડાઉનમાં આગ લાગી. બંને ગોડાઉનમાં મોટા પ્રમાણમાં માલસામાન પડ્યો હોવવાથી આગ વધુ ભડકી. ફાયર બ્રિગડેની ટીમ ઘટના સ્થળ પર આવી અને પાણીનો મારો ચલાવ્યો. રમકડાંના ગોડાઉન સાથે બંગડીના ગોડાઉનમાં ભીષણ આગને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ભારે જહેમત બાદ કાબુમા લેવાઈ. જો કે ફાયર ટીમ દ્વારા ગોડાઉનમાંથી ધુમાડો બહાર કાઢવાની અને કુલિંગની કામગીરી હજુ ચાલુ છે.